Gautam Adani

Adani group companies offices shifted to gujarat: અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓની ઓફિસ મુંબઈથી આ રાજ્યમાં શિફ્ટ કરવામાં આવશે, વાંચો…

Adani group companies offices shifted to gujarat: અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓની ઓફિસ મુંબઈથી ગુજરાતમાં શિફ્ટ કરવામાં આવશે

બિજનેસ ડેસ્ક, 01 એપ્રિલ: Adani group companies offices shifted to gujarat: ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ACC અને અંબુજા સિમેન્ટને $6.5 બિલિયનમાં ખરીદી હતી. ત્યારે આ કંપનીઓનું હેડક્વાર્ટર મુંબઈમાં હતું. આ કંપનીઓના હસ્તાંતરણ પછી, તેમના મુખ્ય વિભાગોની કામગીરી અમદાવાદ માં ખસેડવામાં આવી હતી. આથી આ કંપનીઓની વહીવટી કામગીરી અમદાવાદથી કરવામાં આવી રહી છે.

કંપનીની સ્થિતિ એવી છે કે કંપનીના ઘણા વરિષ્ઠ અધિકારીઓ અમદાવાદમાં છે અને તેમના જુનિયર અધિકારીઓ મુંબઈમાં છે. તેથી તેઓને વારંવાર એક શહેરમાંથી બીજા શહેરમાં જવું પડે છે.

અધિકારીઓ અને કર્મચારીઓ પર તણાવ વધશે

કંપનીઓની વહીવટી કામગીરી બે શહેરો વચ્ચે વિભાજિત થતી હોવાથી અધિકારીઓ અને કર્મચારીઓ તણાવમાં છે. બંને કંપનીઓ મળીને મુંબઈમાં લગભગ 10 હજાર મેનપાવર કામ કરે છે. ACCમાં 6,000 કર્મચારીઓ છે જ્યારે અંબુજા સિમેન્ટમાં 4,700 કર્મચારીઓ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: WR summer special train: રાજકોટ થી મહેબૂબનગર વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો