949384 sii ceo

જાણો, રસી બનાવનાર પૂનાવાલા(adar poonawalla)ને આખરે કેમ ભારત છોડી દેવુ પડ્યું…?

કોવિશિલ્ડ રસીના ઉત્પાદક ધમકીના પગલે રાતોરાત બ્રિટન ભેગા થઇ ગયા…

બિઝનેસ ડેસ્ક, 02 મેઃ ભારતમાં 1 મેથી 18 વર્ષથી વધુની વયના લોકો માટે વેક્સીનની શરૂઆત કરવામાં આવી છે. જેના કારણે વેક્સીનની માંગ વધી રહી છે. આ દરમિયાન કોવિશિલ્ડ વેક્સીનનું ઉત્પાદન કરી રહેલી કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ અદર પૂનાવાલા(adar poonawalla)એ કહ્યું છે તેના પર ઝડપથી વેક્સીન આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે અદાર પુનાવાલા(adar poonawalla)એ ટ્વીટ કરીને કહ્યું કે, યુ.કે. માં અમારા બધા ભાગીદારો અને હિસ્સેદારો સાથે એક ઉત્તમ મીટિંગ કરી હતી, તે દરમિયાન, એ જણાવતાં આનંદ થયો કે કવિશિલ્ડનું ઉત્પાદન પૂણેમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. હું થોડા દિવસોમાં પાછા ફર્યા બાદ કામગીરીની સમીક્ષા કરવાની આશામાં છું.

હાલમાં બ્રિટનમાં રહેલા પૂનાવાલાએ તે પણ કહ્યું છે કે વેક્સીનને લઈને ભારતમાં ઘણા શક્તિશાળી લોકો તેમને આક્રમક રીતે ફોન કરીને વેક્સીન આપવાનું કહી રહ્યા છે. નોંધનીય છે કે હાલમાં જ કેન્દ્ર સરકારે પૂનાવાલાને વાય કેટેગરી સુરક્ષા પૂરી પાડી છે.

adar poonawalla

એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ભારતના શક્તિશાળી લોકો આક્રમક રીતે ફોન કરીને તેમની પાસે કોવિશિલ્ડની માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે મુખ્યમંત્રીઓ, બિઝનેસ ટાયકૂન અને અન્ય શક્તિશાળી લોકો ઝડપથી વેક્સીન આપવા માટે દબાણ કરી રહ્યા છે.

નોંધનીય છે કે ભારતમાં બે વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ વેક્સીન છે જેનું ઉત્પાદન સીરમ ઈન્સ્ટિટ્યુટ કરી રહી છે. જ્યારે બીજી વેક્સીન કોવેક્સિન છે જેને ભારત બાયોટેકે તૈયાર કરી છે.

ફોન કોલ્સનો ઉલ્લેખ કરતા પૂનાવાલા(adar poonawalla)એ જણાવ્યું હતું કે, આશા અને આક્રમકતાનું સ્તર હકિકતમાં ઘણું જ અભૂતપૂર્વ છે. પ્રત્યેકને લાગે છે કે તેમને વેક્સીન મળવી જોઈએ. તેઓ સમજી રહ્યા નથી કે તેમના પહેલા અન્યને તે વેક્સીન કેમ મળવી જોઈએ. તેઓ કહી રહ્યા છે કે જો તમે અમને વેક્સીન નહીં આપો તો તે સારું નહીં રહે. આ અયોગ્ય ભાષા નથી પરંતુ તેમનો ટોન એવો છે. હું તેનું પાલન નહીં કરું તો તેઓ શું કરશે તે વાત છે.

adar poonawalla

પૂનાવાલા(adar poonawalla) હાલમાં લંડનમાં છે અને યુકેએ ભારતથી આવતા લોકો માટે પ્રતિબંધ મૂક્યો તે પહેલા તેઓ ત્યાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હું એટલા માટે લંડનમાં રોકાયો છું કેમ કે હું તે પરિસ્થિતિમાં ફરીથી જવા ઈચ્છતો નથી. બધી જ જવાબદારી મારા ખભા પર છે પરંતુ હું એકલો કંઈ કરી શકું તેમ નથી. હું એવી સ્થિતિમાં રહેવા ઈચ્છતો નથી જ્યાં તમે તમારું કામ કરી રહ્યા હોવ અને તમે એક્સ, વાય કે ઝેડની માંગની સપ્લાયને પૂરી કરો. તમને તે પણ ખબર નથી કે તેઓ તમારી સાથે શું કરવાના છે. નોંધનીય છે કે પૂનાવાલા પત્ની અને બાળકો સાથે હાલમાં લંડનમાં છે.

આ પણ વાંચો…

College vacation: રાજ્યમાં શાળા બાદ કોલેજમાં માટે પણ વેકેશન જાહેર, વાંચો ક્યારથી શરુ થશે નવું સત્ર…