Amit Shah Security Lapse in Mumbai: મુંબઈ પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં મોટી ચૂક, વાંચો શું થઇ ભૂલ?
Amit Shah Security Lapse in Mumbai: શહેરના પ્રમુખ ગણેશ પંડાલ લાલબાગ ચા રાજામાં ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરી. મહારાષ્ટ્રમાં શિંદે સરકાર બન્યા બાદ અમિત શાહ પહેલીવાર મુંબઈ પહોંચ્યા હતા
મુંબઇ, 08 સપ્ટેમ્બરઃ Amit Shah Security Lapse in Mumbai: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ મુંબઇની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે તેમની સુરક્ષામાં મોટી ચૂક થયાનો મામલો સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. મુંબઈ પ્રવાસ દરમિયાન એક 32 વર્ષનો અજાણ્યો વ્યક્તિ કલાકો સુધી ગૃહમંત્રીની આજુબાજુ ફરતો રહ્યો. વ્યક્તિએ પોતાની આંધ્ર પ્રદેશના સાંસદના પીએ તરીકે ઓળખ આપી હતી. તેની પાસે ગૃહ મંત્રાલયનું આઈડી કાર્ડ અને પટ્ટો પણ હતો. જેને પહેરીને તે ગૃહમંત્રીના કાફલા સાથે ફરતો રહ્યો.
મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયના આઈડી કાર્ડ પહેરેલા વ્યક્તિએ પોતાની અસલ ઓળખ છૂપાવી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના ઘરની બહાર પણ આ અજાણ્યો વ્યક્તિ બ્લેઝર પહેરીને ફરતો જોવા મળ્યો હતો. આ વ્યક્તિ પર શક ગયા બાદ ગૃહ મંત્રાલયના એક અધિકારીએ મુંબઈ પોલીસને જાણ કરી.
આ પણ વાંચોઃ Apple Event માં કંપની iPhone 14 સિરીઝ,એપલ વોચ અને નવા AirPods પણ લોન્ચ થયા
મુંબઈ પોલીસે પૂછપરછ બાદ વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીનું નામ હેમંત પવાર હોવાનું કહેવાય છે. તે મહારાષ્ટ્રના ધૂળેનો રહીશ છે. આરોપી પવારને કોર્ટમાં રજૂ કરાયો જ્યાં કોર્ટે તેને 5 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો.
ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના પ્રવાસે મુંબઈ પહોંચ્યા હતા. તેમણે શહેરના પ્રમુખ ગણેશ પંડાલ લાલબાગ ચા રાજામાં ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરી. મહારાષ્ટ્રમાં શિંદે સરકાર બન્યા બાદ અમિત શાહ પહેલીવાર મુંબઈ પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના ઘરે પણ ગયા હતા.