Bharat E market

વિદેશી એપને ટક્કર આપવા ભારતએ લોન્ચ કરી સ્વદેશી Bharat E market મોબાઇલ એપ- વાંચો વિગત

Bharat E market

બિઝનેસ ડેસ્ક, 13 માર્ચઃ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT)એ એક વેન્ડર મોબાઈલ એપ ‘ભારત ઈ-માર્કેટ'(Bharat E market) લોન્ચ કરી છે. ગુરુવારે કરવામાં આવેલી આ એપ સંપૂર્ણ રીતે સ્વદેશી છે. કેટના અનુસાર, આ એપથી દેશના લગભગ આઠ કરોડ વેપારીઓને એક સમાન પ્લેટફોર્મ મળશે, જેઓ તેમના જૂના ગ્રાહકોને ડિજિટલ માધ્યમથી સર્વિસ આપી શકશે. એપથી દેશ અને વિદેશનની ઈ-કોમર્સ કંપનીઓને ટક્કર મળશે.

કેટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા પ્રમાણે, એપ દ્વારા રિટેલ વેપારી દરેક ભારતીય ઘરો સુધી પહોંચવામાં સક્ષમ થશે. નક્કી સમય મર્યાદાની અંદર વસ્તુની ડિલિવરી કરવામાં સક્ષમ થશે. સાથે સૌથી સસ્તા દર વસ્તુ અને સર્વિસિસ પ્રોવાઈડ કરશે, જે કસ્ટમર માટે પણ ફાયદાકારક હશે.

Whatsapp Join Banner Guj

દેશના ઉદ્યોગપતિઓ એપ દ્વારા પોતાની ઈ-શોપને શરૂ કરી શકશે. ‘ભારત ઈ-માર્કેટ’ પોર્ટલ સંપૂર્ણ રીતે દેશના કાયદા અને નિયમો હેઠળ હશે. ખંડેલવાલના જણાવ્યા પ્રમાણે, ઈ-શોપ પોર્ટલ પર વેપારીઓ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લાગુ નહીં થાય, જ્યારે અન્ય ઈ-કોમર્સ પોર્ટલ ટ્રાન્ઝેક્શન પર 5%-35% કમીશન ચાર્જ વસૂલે છે. સ્વદેશી પોર્ટલમાં કોઈપણ પ્રકારનું વિદેશી રોકાણ નહીં થાય. તે સિવાય પોર્ટલ પર ચીનની વસ્તુઓનું વેચાણ થશે નહીં.

તેમના જણાવ્યા પ્રમાણે, દેશના વધતા ઈ-કોમર્સ સેક્ટરમાં ઈ-માર્કેટ સેગમેન્ટ ઘણું મહત્ત્વનું સાબિત થશે. આ જ યોગ્ય સમય છે જ્યારે દેશના દરેક રિટેલ વેપારીઓને તેમના રિયલ પાવરનો અહેસાસ કરાવવામાં આવે અને ડિજિટલ પ્લેટફોર્મ પર આવવા માટે પ્રેરિત કરવામાં આવે, જેનાથી તેઓ વાસ્તવિક શક્યતાઓનો લાભ લઈ શકે.

ADVT Dental Titanium

ભારતનું ઈ-કોમર્સ માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. ગ્લોબલ ફાઈનાન્શિયલ ટેક્નોલોજી કંપની FISના રિપોર્ટના અનુસાર, 2024 સુધી તેમાં 84%નો વધારો થઈ શકે છે. તે 111 અબજ ડોલર (લગભગ 6 કરોડ રૂપિયા) થવાનો અંદાજ છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ ગ્રોથ મોબાઈલ શોપિંગથી થશે, જે આગામી 4 વર્ષમાં વાર્ષિક 21% જેટલો વૃદ્ધિ થવાનો અંદાજ છે.

નોંધનીય છે કે, ભારત ઈ માર્કેટનું લક્ષ્યાંક 31 ડિસેમ્બર 2021 સુધી ઓછામાં ઓછા સાત લાખ વિક્રેતાઓને ઓન બોર્ડ કરવાનો છે. તે ઉપરાંત 31 ડિસેમ્બર 2021 સુધી એક કરોડ વિક્રેતાઓને જોડવાનું છે. વેપારીઓને ઓન બોર્ડ કરવામાં સમગ્ર દેશના હજાર ટ્રેડ એસોસિએશનની ભૂમિકા ઘણી મહત્વની રહેશે.

આ પણ વાંચો…

One dose vaccine: WHOએ આપી કોરોનાની આ વેક્સિનને લીલીઝંડી,કહ્યું- બે નહીં દર્દીને એક જ ડોઝની જરુર