Crypto will not be legalized

Crypto will not be legalized: ક્રિપ્ટો કાયદેસર કરવા અંગે સરકારની સ્પષ્ટતા, કહ્યું- ક્રિપ્ટો પર ટેક્સ એટલે તેને કાનૂની માન્યતા નહીં- વાંચો વિગત

Crypto will not be legalized: બુધવારે નાણા સચિવ ટીવી સોમનાથને સ્પષ્ટ કર્યું હતું કે ક્રિપ્ટો પર 30 ટકા ટેક્સ લાગુ કરવાનો એ અર્થ નથી કે સરકારે ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપી

બિઝનેસ ડેસ્ક, 03 ફેબ્રુઆરીઃ Crypto will not be legalized: ક્રિપ્ટો પર ઇન્કમ ટેક્સ લગાવવાથી તેની પર જીએસટી લગાવવાની શક્યતા પણ વધી ગઈ છે. સરકારે ક્રિપ્ટોને અેસેટ માનીને 30 ટકા ટેક્સ લગાવ્યો છે. જો તેને સિક્યુરિટીનો દરજ્જો નહીં અપાયો તો તે ટૂંક સમયમાં જ ક્રિપ્ટોના ખરીદ-વેચાણ પર જીએસટી પણ લાગશે. જીએસટી વિશેષજ્ઞ સુધીર હાલાખંડી કહે છે, ‘વર્ચ્યુઅલ ડિજિટલ અસેટ જેમાં ક્રિપ્ટો કરન્સી પણ સામેલ છે, ‘વસ્તુ’ નથી. જો તેને સિક્યુરિટીના દાયરામાં નહીં લેવાય તો પછી તે સર્વિસિસના દાયરામાં આવશે. આવું થયું તો તેની પર 18% ટેક્સ લાગશે. સરકારે આ ભ્રમ દૂર કરવો જોઈએ.’ દરમિયાન બુધવારે નાણા સચિવ ટીવી સોમનાથને સ્પષ્ટ કર્યું હતું કે ક્રિપ્ટો પર 30 ટકા ટેક્સ લાગુ કરવાનો એ અર્થ નથી કે સરકારે ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપી છે.

બિટકોઇન, ઇથેરિયમને ક્યારેય કાનૂની દરજ્જો મળશે નહીં. બીજી તરફ, ક્લિયર ટેક્સના ફાઉન્ડર અર્ચિત ગુપ્તા કહે છે, ‘સરકાર ક્રિપ્ટોને ગેમ્બલિંગ (જુગાર), લોટરી અને હોર્સ રેસિંગ (ઘોડાદોડ)ની સમકક્ષ માની રહી છે. હાલ, ક્રિપ્ટો જીએસટી કાયદામાં નથી, પરંતુ બની શકે છે કે તેની પર જીએસટી પણ લાગે. તેની પર જધુ સ્પષ્ટતા જરૂરી છે.’ હાલમાં બેટિંગ, લોટરી અને ગેમ્બલિંગ પર જીએસટી લાગે છે. સિક્યુરિટીઝ અને મનીને જીએસટીથી છુટ છે, પરંતુ ઇન્કમ ટેક્સ અધિનિયમમાં વર્ચુઅલ ડિજિટલ અસેટની જે પરિભાષા છે, તેનાથી ક્રિપ્ટો આ બંને કેટેગરીમાં નહીં આવે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કીર્તિ જોશી કહે છે, ક્રિપ્ટો કરન્સી જો મની કે સિક્યુરિટી હોત તો જીએસટી ન લાગત. જીએસટીની કલમ 2(75) અનુસાર, મનીનો અર્થ ભારતીય કાનૂની ચલણ કે ફેમા અધિનિયમ હેઠળ આવનારી વિદેશી કરન્સી હોય છે. જોકે મોટાભાગની વર્ચુઅલ કરન્સી આ પરિભાષામાં નથી આવતી, તેથી તેને મની ન માની શકાય. સિક્યુરિટીઝ કોન્ટ્રેક્ટ્સ રેગુલેશન એક્ટમાં જે સિક્યુરિટીની પરિભાષા છે તેમાં પણ વર્ચુઅલ કરન્સી નથી આવતી. તેથી તેની પર જીએસટીને લઈને સ્પષ્ટીકરણ જરૂરી છે.

ક્રિપ્ટોકરન્સી હાલ ગ્રે-એરિયામાં
વિવિધ ક્રિપ્ટોકરન્સી હાલ ગ્રે-એરિયામાં છે. ક્રિપ્ટો કરન્સી ખરીદવી-વેચવી ગેરકાયદેસર નથી. અમે તમામ ટેક્સેશન ફ્રેમવર્કને એવા બનાવ્યા છે જેમાં કરવેરા માટે ક્રિપ્ટો એસેટ્સને હોર્સ રેસિંગ, જુગાર અને સટ્ટા લેવડ-દેવડમાં થયેલી કમાણીની જેમ ટ્રીટ કરવામાં આવશે. નાણા સચિવ ટીવી સોમનાથન મુજબ, ‘સરકાર ક્રિપ્ટો કરન્સીને રેગુલેટ કરવા માટે કાયદો બનાવવાની દિશામાં કામ કરી રહી છે. પ્રસ્તાવિત કાયદાના બિલને સંસદમાં રજૂ કરતાં પહેા તેની પર પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટની મંજૂરી લેવી પડશે.’

આ પણ વાંચોઃ Demand to make law on Marital Rape: મેરિટલ રેપના કિસ્સાઓ પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું- તમામ પુરુષોને બળાત્કારી કહેવાનું પણ યોગ્ય નથી- વાંચો વિગત

સોમનાથને કહ્યું, ‘ક્રિપ્ટોને રેગુલેટ કરવાની રીત પર દેશમાં ચર્ચા ચાલી રહી છે. સરકારનો વિચાર છે કે દેશમાં આ મામલા પર વ્યાપક ચર્ચા-વિચારણા થાય અને એ પણ જોવાનું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે શું થઈ રહ્યું છે. હાલ સરકાર રેગુલેશનને લઈને ઉતાવળ નહીં કરે અને તે આવી લેવડ-દેવડથી થનારી કમાણી પર ટેક્સ લગાવશે. પ્રાઇવેટ ક્રિપ્ટો કરન્સી લીગલ ટેન્ડર નહીં હોય. રિઝર્વ બેંકની એક એપ્રિલથી શરૂ થનારા નવા નાણાકીય વર્ષમાં પોતાની ડિજિટલ કરન્સી લૉન્ચ કરવાની યોજના છે.’

મૂળે, લાંબો સમય લીધા બાદ સરકારે આ બજેટમાં સ્પષ્ટ કર્યું કે તેઓ ક્રિપ્ટો સહિત વર્ચુઅલ એસેટ્સના ટ્રાન્સફરથી થનારી કમાણી પર 30%ના દરથી ટેક્સ લગાવશે. તે 1 એપ્રિલ 2022થી લાગુ થશે. ઝુનઝુનવાલાનો દાવો- 1 દિવસ ક્રિપ્ટો કરન્સી બજાર ભોંયભેગું થશે | દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું છે કે ક્રિપ્ટો કરન્સી માર્કેટ એક દિવસે ભોંયભેગું થઈ જશે. જોકે ઇક્વિટી બજાર પર મોટી અસર નહીં પડે. બજેટ સાથે જોડાયેલા સવાલ પર ઝુનઝુનવાલાએ કહ્યું, ઇક્વિટી અને ક્રિપ્ટોના રોકાણકારોનો વર્ગ અલગ છે. શેર બજારની ઉથલપાથલનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, હાલમાં હાઇપ્ડ વેલ્યૂ શેરોમાં મંદી છે.

ક્રિપ્ટોની ખરીદી-વેચાણ પર 1 જુલાઈથી 1% ટીડીએસ
બજેટ મુજબ, 1 જુલાઈ 2022થી એક વર્ષમાં 10 હજાર રૂપિયા કે વધુની વર્ચ્યુઅલ કરન્સીના પેમેન્ટ પર 1% ટીડીએસ લાગશે. થ્રેસહોલ્ડ લિમિટ વિશિષ્ટ વ્યક્તિઓ માટે 50,000 રૂપિયા વાર્ષિક હશે. તેમાં એવી વ્યક્તિ/એચયુએફ સામેલ છે જેમના માટે પોતાના ખાતાનું ઓડિટ આવશ્યક છે.

ITR ફોર્મમાં આગામી વર્ષથી ક્રિપ્ટો માટે નવી કોલમ
મહેસૂલ સચિવ તરૂણ બજાજે કહ્યું, આગામી વર્ષથી ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મમાં ક્રિપ્ટોથી થનારા ફાયદા અને ટેક્સ ચુકવણી માટે અલગ કોલમ હશે. તેમણે કહ્યું, ક્રિપ્ટોકરન્સીથી થનારા લાભ પર હંમેશા ટેક્સ લાગે છે. બજેટમાં જે પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે તે નવો ટેક્સ નથી પરંતુ આ મુદ્દા પર નિશ્ચિતતા પ્રદાન કરે છે.

આ પણ વાંચોઃ Rahul gandhi speech on budget in parliament: જાણો સાંસદમાં બજેટ પર રાહુલ ગાંધી પોતાના ભાષણમાં શું કહ્યું ?

Gujarati banner 01