F.M present economic survey 2022

F.M present economic survey 2022: નાણા મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા આર્થિક સર્વેક્ષણની કરી રજૂઆત- વાંચો સંપૂર્ણ વિગત

F.M present economic survey 2022: કોરોના મહામારીના અનુસંધાને આ વખતે સંસદના સદસ્યોને આર્થિક સર્વેક્ષણ અને બજેટની ડિજિટલ કોપી આપવામાં આવશે

નવી દિલ્હી, 31 જાન્યુઆરીઃ F.M present economic survey 2022: આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. વર્ષના પહેલા સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના અભિભાષણથી થઈ હતી. રાષ્ટ્રપતિએ બંને સદનોને સંબોધિત કર્યા હતા. ત્યાર બાદ નાણા મંત્રી નિર્મલા સીતારામણે આર્થિક સર્વેક્ષણ (2021-22) રજૂ કર્યું હતું. કોરોના મહામારીના અનુસંધાને આ વખતે સંસદના સદસ્યોને આર્થિક સર્વેક્ષણ અને બજેટની ડિજિટલ કોપી આપવામાં આવશે. 

નિર્મલા સીતારામણે લોકસભામાં આર્થિક સર્વેક્ષણ 2021-22 રજૂ કર્યું હતું. આ સાથે જ હંગામાના કારણે લોકસભાની કાર્યવાહી મંગળવારે સવારના 11:00 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Budget session 2022: રાષ્ટ્રપતિએ અભિભાષણમાં ત્રણ તલાક,નાના ખેડૂતો,મેક ઈન ઈન્ડિયા,વેક્સિનેશન સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો- વાંચો વિગત

નાણા મંત્રી નિર્મલા સીતારામણે સદનના પટલ પર આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. તે અંગે વિપક્ષ તરફથી તેની ડિજિટલ પ્રતિઓને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી હતી. સ્પીકર ઓમ બિડલાએ કહ્યું હતું કે, ડિજિટલ સંસદ છે અને હવે તમારા સૌના સહયોગથી સંસદમાં ડિજિટલ કામ થશે. 

લોકસભા સ્પીકર ઓમ બિડલા જ્યારે આર્થિક સમીક્ષા રજૂ કરવા માટે નાણા મંત્રીનું નામ બોલ્યા ત્યારે યોગ્ય રીતે નહોતા ઉચ્ચારી શક્યા અને ‘નિર્મલતા સીતારામણજી’ કહી દીધું હતું.

Gujarati banner 01