Dhandhuka Murder Case Update

3000 People reached Rajkot Collectorate: કિશન ભરવાડ હત્યાના વિરોધમાં રાજકોટ કલેક્ટર કચેરીમાં 3 હજાર લોકોનું ટોળુ ઉમટી પડ્યું

3000 People reached Rajkot Collectorate: રાજકોટના ચાવાળા, ઠાકર સેના, કરણી સેનાના યુવાનો ઉમટી પડ્યા હતા. વાતાવણ તંગ બની જતા કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરી દેવાયા

રાજકોટ, 31 જાન્યુઆરીઃ 3000 People reached Rajkot Collectorate: ધંધુકાના કિશન ભરવાડની હત્યા કેસ મામલે ઠેર-ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે, આ હત્યાના વિરોધમાં રાજકોટ કલેક્ટર કચેરીમાં 3 હજાર લોકોનું ટોળુ ઉમટી પડ્યું હતું. રાજકોટના ચાવાળા, ઠાકર સેના, કરણી સેનાના યુવાનો ઉમટી પડ્યા હતા. વાતાવણ તંગ બની જતા કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરી દેવાયા હતા. રાજકોટમાં પોલીસ કમિશ્નર કચેરી પાસે જ ટોળાએ દુકાનો બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ટોળા દ્વારા તોડફોડ પણ કરવામાં આવી હતી. પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. 

તારીખ 25 જાન્યુઆરીએ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં મોઢવાડના નાકે બાઈક પર આવેલા બે શખ્સોએ કિશન ભરવાડ પર ફાયરિંગ કર્યું હતું. એક ગોળીથી તો તે બચી ગયો હતો પરંતુ બીજી ગોળીએ તેમનો જીવ લઈ લીધો હતો. આ હત્યા બાદ ધંધુકા અને આસપાસના વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. પોલીસ પર આ હત્યા કેસ ઝડપથી ઉકેલવાનું દબાણ પણ વધી ગયું હતું. બે મુસ્લિમ યુવકોએ અમદાવાદના મૌલવીને મળીને કિશન ભરવાડની હત્યાનું કાવતરૂં રચ્યું હતું. આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

એક ફેસબુક પોસ્ટને કારણે કિશન ભરવાડની હત્યા 

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, કિશને વીસેક દિવસ પહેલા ફેશબુક પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી. તેમની ફેશબુક સ્ટોરી પર ધાર્મિક લાગણી દુભાવવાનો વીડીઓ મૂક્યો હતો. જેને લઈને કિશન સામે એક મુસ્લિમ યુવકે પોલીસ ફરિયાદ કરી હતી. ફેશબુકની આ પોસ્ટને લઈને આરોપીઓએ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. 

આ પણ વાંચોઃ F.M present economic survey 2022: નાણા મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા આર્થિક સર્વેક્ષણની કરી રજૂઆત- વાંચો સંપૂર્ણ વિગત

Gujarati banner 01