bd757973 1402 4869 9503 fa2917b5f7f7

Gold rate: જાણો સોનાના ભાવમાં સતત ઘટાડો થવાનું કારણ, સાથે આ ફેરફાર વિશે શું કહેવું છે જાણીતા જ્વેલર્સનું

Gold rate

સોના ચાંદીના ભાવ(Gold rate)ને લઇ શું કહે, AB જ્વેલર્સના ડિરેક્ટર મનોજભાઇ સોની

અમદાવાદ, 10 ફેબ્રુઆરીઃ ગત વર્ષ એટલે કે 2020 સૌ કોઇ ઉદ્યોગકર્તા માટે ભારે રહ્યું હતું. જ્યારે નવા વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો હોવાથી લોકો ફરી પોતાના રોજીંદા જીવન જીવી રહ્યાં છે. નવા વર્ષની શરુઆત થવાની સાથે તમામ લોકોની નજર દેશના બજેટ 2021 પર હતી. નાણાંમંત્રી નિર્મલા સીતારામને બજેટ જાહેર કર્યુ તેના ગણતરીના જ કલાકમાં બજારમાં તેજી જોવા મળી હતી. તો બીજી તરફ સોનાના ભાવ(Gold rate)માં સતત ઘટાડો નોંધાયો હતો.

583e438b 6852 4d18 b879 6b26ae631681

પહેલા સોનાનો 1900 ડોલર ભાવ ચાલી રહ્યો હતો, જે ઘટીને 1750 ડોલર થયો. ત્યાર બાદ બે દિવસ પહેલા આ ભાવ વધીને 1840 ડોલર ચાલે છે. આ વિશે વાત કરતા અમદાવાદ ખાતે આવેલા એ.બી. જ્વેલર્સના ડિરેક્ટર મનોજભાઇ સોનીએ જણાવ્યું કે, આપણા ત્યાં જે સોનાની આયાત ડ્યૂટી 12.50 ટકા હતી. જે ઘટીને 10 ટકા થઇ. એટલે કે અઢી ટકા જેટલી ડ્યૂટી ઘટી. જેથી સોનાના ભાવ(Gold rate)માં 1200 રુપિયાનો ઘટાડો આવ્યો અને સાથે જ 1000-1200 જેટલો ડોલર ટમ્સમાં પણ ઘટાડો આવ્યો.

8a5ebfda df2d 4105 846d 4818966feaa6

બજેટ પછી આ પ્રકારે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. પરંતુ 8 ફેબ્રુઆરીના રોજથી ફરી સોનાના ભાવમાં 800 રુપિયાનો વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ 300 રુપિયા કવર થયા છે.

Whatsapp Join Banner Guj

સોના-ચાંદીના વેપારીઓ પર અસરઃ

સોના-ચાંદીના ભાવમાં વધારો ઘટાડો થવા વિશે મનોજભાઇ સોનીએ કહ્યું કે, ગ્રાહકો હંમેશા બચત તરીકે અથાવા તો તહેવાર કે લગ્ન પ્રસંગને ધ્યાનમાં રાખીને જ સોનુ ચાંદી ખરીદે છે. અમને ઇન્વેસ્ટ કોસ્ટમાં ચોક્કસ ફરક પડે છે, પરંતુ વધારા ઘટાડા સાથે બહુ વધુ ફેર પડતો નથી. હા ગ્રાહકોને ચોક્કસ ફરક પડે છે, ભાવ ઘટે તેમાં ગ્રાહકને ફાયદો થાય છે.

આ પણ વાંચો…

clock mystery: દુનિયાની અનોખી ઘડિયાળ જેમાં ક્યારેય નથી વાગતા 12, જાણો તેની પાછળનું રહસ્ય