રોકાણ કારો માટે સારા સમાચારઃ શેર બજારે રચ્યો ઈતિહાસ પહેલી વખત ભારતીય સેન્સેક્સ 50 હજારને પાર, વિદેશી ઇન્વેસ્ટર્સ આકર્ષાયા

share 6498840 835x547 m

બિઝનેસ ડેસ્ક, 21 જાન્યુઆરીઃ શેરબજારમાં ગુરુવારે એતિહાસિક સપાટી જોવા મળી છે. પ્રથમ વખત ભારતીય સેન્સેન્કસ 50 હજારને પાર પહોંચ્યો છે. શેર બજાર ખુલવાની સાથે સેન્સેક્સ 50 હજાર અને નિફ્ટી 14730 પોઈન્ટ સાથે ખુલ્યો છે. રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કોરોના વેક્સિનના મુદ્દે કેટલાક વિવાદો વચ્ચે પણ દેશમાં વેક્સિનેશનની કામગીરી ઝડપથી આગળ વધતા બજાર પર આ મુદ્દાની સાનુકૂળ અસર જોવાઈ હતી. બીજી તરફ આગામી બજેટ હળવું જાહેર થવાના આશાવાદે વિદેશી રોકાણકારો આકર્ષાયા હતા.

યુએસમાં નવી સરકાર તરફથી નવા રાહત પગલાં અને બજેટની મહત્વપૂર્ણ ઘોષણાઓની આશાઓ સાથે બીએસઈ સેન્સેક્સે આજે પહેલીવાર પ્રી-ઓપનિંગ ટ્રેન્ડમાં 50000 ની સપાટીને પાર કરી છે. બીએઈનો સેન્સેક્સ 319 આંકડાના વધારા સાથે 50,111.93ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે બીજી તરફ નિફ્ટી 14,730.95 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

હવે ધો.3થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા વોટ્સએપનાં માધ્યમથી લેવાશે, શિક્ષણ વિભાગે જાહેર કર્યો નંબર- વાંચો રજીસ્ટ્રેશન વિશે સંપૂર્ણ મીહિતી

GEL ADVT Banner