Jio phone: જિયોફોન નેક્સ્ટ રૂ. 1999 + સરળ હપ્તે દિવાળીથી મળશે

મુંબઈ, 30 ઓક્ટોબર: Jio phone: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જાહેરાત કરી છે કે જિયો અને ગૂગલ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલો સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટ દિવાળીથી રૂ. 1999 જેટલી ઓછી કિંમતે અને સરળ હપ્તે, દિવાળીથી સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે.

જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તેવો જિયોફોન નેક્સ્ટ દિવાળીથી જિયો અને ગૂગલના સંયુક્ત પ્રયાસો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ફોન માટે જિયો ફાઇનાન્સનો વિકલ્પ પણ આપશે જેમાં ગ્રાહક રૂ.1999નું અપફ્રન્ટ પેમેન્ટ કરી શકે છે અને 18થી 24 મહિના સુધીના સરળ હપ્તા દ્વારા બાકીની ચૂકવણી કરી શકે છે. કોઈપણ પ્રકારના ફાયનાન્સ વગર જે લોકો આ ફોન લેવા ઇચ્છતા હશે તેમને રૂ. 6499ની કિંમતે મળશે.

એન્ટ્રી-લેવલ કેટેગરીમાં પહેલીવાર કોઈ ફોન માટે ફાઇનાન્સનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. તેનાથી ગ્રાહક માટે ફોનની કિંમત અત્યંત પોસાય તેવી અને ફીચર ફોન જેટલી જ થઈ જશે. ક્વાલકોમ ચીપસેટથી બનેલો સ્માર્ટફોન સમગ્ર ભારતમાં જિયોમાર્ટ ડિજિટલ રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ બનશે.

આ પણ વાંચો…Voter List Campaign: મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશમાં જામનગરની જનતાને સહયોગ આપવા જિલ્લા કલેકટર નો અનુરોધ

આ પ્રસંગે વાત કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “ખાસ કરીને કોવિડ મહામારીના કારણે સમગ્ર વિશ્વની પુરવઠા શ્રૃંખલા ખોરવાઈ ગઈ છે તેવા સમયનો સામનો કરી તહેવારોની મોસમમાં ભારતીય ગ્રાહકો માટે સીમાચિન્હ કહી શકાય તેવો ફોન ગૂગલ અને જિયો સફળતાપૂર્વક લાવી રહ્યા હોવાનો મને આનંદ છે. 1.35 અબજ ભારતીયોની જિંદગીને સમૃદ્ધ, મજબૂત અને સશક્ત બનાવવા માટે ડિજિટલ ક્રાંતિની તાકાતમાં મને હંમેશા અતૂટ વિશ્વાસ રહ્યો છે. ભૂતકાળમાં કનેક્ટિવિટી થકી અમે એ કરી બતાવ્યું છે. હવે ફરી એકવાર અમે સ્માર્ટફોન ડિવાઇસથી એ કરી બતાવીશું.

આમ તો જિયોફોન નેક્સ્ટમાં અનેક ખાસ ફીચર છે, પરંતુ સામાન્ય ભારતીયને સશક્ત બનાવે તેવું અને આપણી ડિજિટલ સફરને નવા સ્તરે લઈ જઈ શકે તેવું જે ફીચર છે ભારતની વૈવિધ્યપૂર્ણ ભાષાસમૃદ્ધિનું એકીકરણ છે જેનાથી હું સૌથી વધુ પ્રભાવિત થયો છું. ભારતની આગવી ખાસિયત તેની ભાષાનું વૈવિધ્ય છે. જે ભારતીયો ઇન્ટરનેટ પર અંગ્રેજી કે તેમની પોતાની ભાષામાં પણ કોઈ સામગ્રી નથી વાંચી શકતાં તેમને આ ફોન ભાષાંતર પણ કરી આપશે અને એ સામગ્રી વાંચીને સ્પીકર પર સંભળાવશે. મને કહેતાં ગર્વ થાય છે કે ‘ઇન્ડિયા’ અને ‘ભારત’ વચ્ચે અમે સેતુ તૈયાર કરી રહ્યા છીએ, કારણ કે ‘ભારત’ કરેગા ડિજિટલ પ્રગતિ – પ્રગતિ ઓએસ કે સાથ.’

Whatsapp Join Banner Guj

રિલાયન્સની ‘WE CARE’ ફિલસૂફીનું આ વધુ એક ઉદાહરણ છે – અમે લોકોની અને અમારા ગ્રાહકોની સંભાળ લઈએ છીએ. હું સુંદર પિચાઈ અને તેમની ગૂગલની ટીમનો તથા અમારા દેશવાસીઓને દિવાળીની આ સુંદર ભેટ આપવામાં સહભાગિતા કરનાર જિયોમાં તમામનો આભાર માનું છું. દરેકને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”

આ સીમાચિન્હ અંગે ટિપ્પણી કરતાં ગૂગલ અને આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઈએ કહ્યું કે, ઇન્ટરનેટ દ્વારા ઊભી થતી તકોનો લાભ દરેક ભારતીય સુધી પહોંચવો જોઈએ તેવા વિશ્વાસથી પ્રેરાઈને ભારત માટે જિયોફોન નેક્સ્ટ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ ફોન તૈયાર કરવા માટે અમારી ટીમે જટીલ એન્જિનિયરિંગ અને ડિઝાઇનના પડકારો ઉકેલ્યા છે, અને જે રીતે લાખો લોકો તેમની અને તેમના સમુદાયની જિંદગી બહેતર બનાવવા માટે આ ઉપકરણનો ઉપયોગ કરશે એ જોવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.”