jamnagar collector

Voter List Campaign: મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશમાં જામનગરની જનતાને સહયોગ આપવા જિલ્લા કલેકટર નો અનુરોધ

Voter List Campaign: ખાસ ઝુંબેશ અંતર્ગત જામનગર જિલ્લામાં ૧૪, ૨૧,૨૭ અને ૨૮ નવેમ્બરના રોજ મતદાન મથક ખાતે ૧૦ થી ૫ કલાક દરમ્યાન મતદાર નોંધણી કામગીરી કરવામાં આવશે

  • નવા મતદારોની નોંધણી, નામ સરનામામાં ફેરફાર જેવી કામગીરી ઓન સ્પોટ બૂથ પર કરી આપવામાં આવશે

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૩૦ ઓક્ટોબર:
Voter List Campaign: ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧/૦૧/૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આ અંતર્ગત જિલ્લામાં ખાસ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવનાર છે ત્યારે ઇન્ચાર્જ કલેકટર અને મ્યુનિ. કમિશનર જામનગર શ્રી વિજય ખરાડી દ્વારા લોકોને આ ઝુંબેશનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

હાલ જામનગર જિલ્લામાં ૫ લાખ ૯૮ હજાર ૬૧૭ પુરુષ મતદારો, ૫ લાખ ૬૩ હજાર ૭૬૮ સ્ત્રી મતદારો એમ કુલ ૧૧ લાખ ૬૨ હજાર ૩૮૫ મતદારો નોંધાયેલા છે. આ ઉપરાંત જે નાગરિકોને જન્મતારીખ ૦૧/૦૧/૨૦૦૪ કે તેની પહેલાની છે તેવા નવા મતદારો પણ મતદાર યાદીમાં નામ નોંધાવવા ઓનલાઇન www.nvsp.in, www.voterportal.eci.in, Voter Helpline App(android/iOS) મારફતે નોંધાવી શકશે અથવા સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ નિયત નમુનાનું ફોર્મ નંબર-૬ ભરીને રજૂ કરી શકશે.

Voter List Campaign, Collector Jamnagar

લાયકાત ધરાવનાર મતદારો મતદાનના(Voter List Campaign) અધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા બાકી રહી ગયેલ લાયકાત ધરાવતા નાગરિકોની મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ચૂંટણીપંચ દ્વારા ખાસ ઝુંબેશ હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

Whatsapp Join Banner Guj

આ ખાસ ઝુંબેશ અંતર્ગત (Voter List Campaign) આગામી જામનગર જિલ્લા ખાતે તા.૧૪/૧૧/૨૦૨૧ (રવિવાર), તા.૨૧/૧૧/૨૦૨૧(રવિવાર), તા.૨૭/૧૧/૨૦૨૧ (શનિવાર) અને તા.૨૮/૧૧/૨૦૨૧(રવિવાર)ના રોજ સવારે ૧૦:૦૦ થી ૫:૦૦ કલાકે રાજ્યનાં તમામ વિધાનસભા મતવિભાગમાં પ્રત્યેક મતદાન મથકો ખાતે બૂથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે. જ્યાં મતદારયાદીની વિગતો ચકાસી શકાશે તેમજ મતદારયાદીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકાશે.

આ પણ વાંચો…New Memu Ahmedabad-Viramgam: પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને વિરમગામ વચ્ચે નવી મેમુ ટ્રેન સેવા શરૂ કરી

આ ઉપરાંત મતદાર યાદીમાં રહેલ મતદારો પૈકી લાગુ કિસ્સામાં નામ કમી કરવા, ફોટો કે વિગતો સુધારવા માટે, સ્થળ ફેરફાર માટે ફોર્મ ભરીને રજૂ કરી શકાશે. નિયત નમૂનામાં કોરા ફોર્મસ મતદાન મથક ખાતે ઉપસ્થિત બુથ લેવલ ઓફિસર પાસે ઉપલબ્ધ રહેશે તેમ ઇન્ચાર્જ કલેકટર અને મ્યુનિ. કમિશનર જામનગરએ જણાવ્યું હતું.