Nirmala sitharaman

Most Powerful Women 2023: ફૉર્બ્સે જાહેર કરી સૌથી શક્તિશાલી મહિલાઓની લિસ્ટ, નિર્મલા સીતારમણ છે આ સ્થાને…

Most Powerful Women 2023: આ યાદીમાં ચાર ભારતીય મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું

બિજનેસ ડેસ્ક, 06 ડિસેમ્બરઃ Most Powerful Women 2023: ફૉર્બ્સે દુનિયાભરની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ચાર ભારતીય મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે લિસ્ટમાં નિર્મલા સીતારમણની સાથે બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર શૉ, HCL ટેકના ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરપર્સન સોમા મંડલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, ફોર્બ્સે નિર્મલા સીતારમણને 32મું સ્થાન આપ્યું છે. તેઓ મે 2019માં ભારતના પ્રથમ પૂર્ણ-સમયના નાણા પ્રધાન બન્યા અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના વડા પણ બન્યા. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે યુકે એસોસિએશન ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયર્સ અને બીબીસી વર્લ્ડ સર્વિસમાં ભૂમિકાઓ નિભાવી હતી.

આ યાદીમાં નિર્મલા સીતારમને સતત પાંચમી વખત સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષે તે આ યાદીમાં 36મા ક્રમે હતા. એટલે કે આ વખતે તે 4 સ્થાન ઉપર છે. જ્યારે 2021માં તેને 37મું સ્થાન મળ્યું હતું.

આ મહિલા છે ટોપના સ્થાને…

યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેન ફોર્બ્સની શક્તિશાળી મહિલાઓની વાર્ષિક યાદીમાં ટોચના સ્થાને છે. તેમના પછી યુરોપીયન સેન્ટ્રલ બેંકના બોસ ક્રિસ્ટીન લેગાર્ડ બીજા સ્થાને અને અમેરિકાના ઉપપ્રમુખ કમલ હેરિસ ત્રીજા સ્થાને છે.

આ પણ વાંચો… Terrorist Pannu Threat: એકવાર ફરી આતંકવાદી પન્નુએ ઓક્યું ઝેર, સંસદ પર હુમલાની આપી ધમકી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો