Mutual Funds SIP

Mutual Funds SIP: સારા સમાચાર! હવે સામાન્ય માણસ પણ મ્યુચ્યુઅલ ફંડ SIPમાં રોકાણ કરી શકશે

Mutual Funds SIP: SEBI સામાન્ય લોકોને મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સાથે જોડવા માટે એક નવી સ્કીમનું આયોજન કરી રહી

બિજનેસ ડેસ્ક, 11 ડિસેમ્બરઃ Mutual Funds SIP: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સામાન્ય લોકોને મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સાથે જોડવા માટે એક નવી સ્કીમનું આયોજન કરી રહી છે. સેબી ટૂંક સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 250 થી એસઆઈપી શરૂ કરવાની યોજના રજૂ કરી છે.

શેર માર્કેટ રેગ્યુલેટર સેબીએ દેશમાં દરેક વ્યક્તિને મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સાથે જોડવાની યોજના બનાવી છે. સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે આ સંદર્ભમાં મહત્વની માહિતી આપી છે.

સેબી સામાન્ય લોકોમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે ઉત્સાહ પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે સેબી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની મર્યાદા વધારીને રૂ. 250 કરવાનું વિચારી રહી છે.

આ કિસ્સામાં, સરેરાશ નાના પાયે રોકાણકાર પણ દર મહિને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ દ્વારા સરળતાથી રોકાણ કરી શકે છે. સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે એક કાર્યક્રમ દરમિયાન આ સ્કીમ વિશે માહિતી આપી હતી.

હાલ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ રૂ. 50 ટ્રિલિયનનો થયો છે

તાજેતરમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ રૂ. 50 ટ્રિલિયનનો થયો છે. માધવી પુરી બુચે જણાવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડમાં નાના રોકાણની યોજનાઓ દરેક વ્યક્તિને નાણાકીય વ્યવસ્થા સાથે જોડવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. તેનાથી ભારતીય શેરબજારનો પણ વિકાસ થશે.

આથી, સેબી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ સાથે રૂ. 250 ની SIP શરૂ કરવાનું વિચારી રહી છે અને તમામ શક્યતાઓ શોધી રહી છે. આ SIP યોજનાને અસ્તિત્વમાં લાવવા માટે સેબી તમામ પ્રયાસો અને મદદ કરવા તૈયાર છે.

હાલમાં કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં 100 રૂપિયાનું પણ રોકાણ કરવાની તક છે. પરંતુ, તેની પાસે એટલા ઓછા વિકલ્પો છે કે તે લોકપ્રિય બની શક્યું નથી. હાલમાં સૌથી નાની SIP 500 રૂપિયાથી શરૂ થાય છે. આ સિવાય ઉચ્ચ જોખમ ધરાવતા રોકાણકારોને તકો પૂરી પાડવા માટે સેબી એક નવો એસેટ ક્લાસ બનાવશે.

આજકાલ મોટાભાગના લોકો SIP રોકાણનો વિકલ્પ પસંદ કરતા જણાય છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, SIP દ્વારા રોકાણ નવેમ્બર 2023 માં રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. પ્રથમ વખત, મ્યુચ્યુઅલ ફંડ્સમાં SIP દ્વારા રૂ. 17,000 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે.

SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની પદ્ધતિ રોકાણકારો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. નવેમ્બરમાં 14.1 લાખ નવા ખાતા ખોલવા સાથે, SIP ખાતાઓની સંખ્યા વધીને 7.44 કરોડ થઈ, જે ઐતિહાસિક ઉચ્ચ સ્તરે છે.

આ પણ વાંચો… Gujarat HC Gave Big Order to Oreva Group: ગુજરાત હાઈકોર્ટે ઓરેવા ગ્રુપને આપ્યો મોટો આદેશ, જાણો શું કહ્યું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો