HOME LOAN HIKE1200X800 1

New Home Loan policy: આરબીઆઈએ હોમ લોન અંગે કરી મોટી જાહેરાત, વાંચો આ મહત્વની જાણકારી

New Home Loan policy: આરબીઆઈનું માનવું હતું કે હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવાથી બીજા અન્ય સેક્ટર્સને પણ ફાયદો થશે

બિઝનેસ ડેસ્ક, 08 એપ્રિલઃ New Home Loan policy: ભારતીય રિઝર્વ બેંકે (RBI) શુક્રવારે હોમ લોન (Home Loan) અંગે મોટી જાહેરાત કરી છે. આરબીઆઈએ લોન પર લોઅર રિસ્ક વેઇટેજ એક વર્ષ માટે વધારી દીધો છે. કેન્દ્રીય બેંકના ગવર્નર શક્તિકાંત દાસે મોનિટરી પૉલિસી કમિટી (MPC)ની બેઠક બાદ આ નિર્ણય અંગે જણાવ્યું હતું. તેનો મતલબ શું થાય? આરબીઆઈએ આવો નિર્ણય શા માટે લીધો? આ નિર્ણયથી ઘર ખરીદનારાઓને શું ફાયદો થશે? આ તમામ સવાલના જવાબ મેળવીએ.

લોઅર રિસ્ક વેઇડેજ એક વર્ષ માટે વધારાયો

આરબીઆઈએ ઓક્ટોબર 2020માં હાઉસિંગ લોન પર સિસ્ક વેઇટેજમાં ફેરફાર કર્યો હતો. આરબીઆઈએ રિસ્ક વેઇટેજ માટે ફક્ત લોન ટૂ વેલ્યૂ (LTV) રેશિયોનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. આ ફેરફાર 31 માર્ચ, 2022 સુધી સેન્કશન થઈ ચૂકેલી તમામ હાઉસિંગ લોન માટે હતો. શુક્રવારે આરબીઆઈએ આ વ્યવસ્થાને એક વર્ષ માટે વધારી દીધી છે. તેનો મતલબ એવો થાય કે હવે 31 માર્ચ, 2023 સુધી મંજૂર તમામ લોન માટે રિસ્ક વેઇટેજ માટે LTV રેશિયોનો ઉપયોગ થશે.

ઘર ખરીદનારાઓને શું ફાયદો થશે?

આરબીઆઈના નિર્ણયથી ઘર ખરીદનારાઓને ફાયદો થશે. શક્તિકાંત દાસે કહ્યુ કે, તેનાથી હાઉસિંગ સેક્ટર માટે ક્રેડિટ ફ્લો વધશે. એટલે કે તેનાથી હોમ લોન આપનારી ફાઇનાન્સ કંપનીઓ અને બેંકોના હાથમાં વધારે મૂડી હશે. રિસ્ક વેઇટેજ વધતા તેમણે હાઉસિંગ લોન પર ઓછી મૂડીની જોગવાઈ (Capital Provisioning) કરવી પડશે. જેનાથી તેમની પાસે વધારે પૈસા બચશે. જેના ઉપયોગ તેઓ વધારે ગ્રાહકોને હાઉસિંગ લોન આપવા માટે કરી શકશે.

આરબીઆઈએ રિસ્ક વેઇટેજ શા માટે ઘટાડ્યું હતું?

આરબીઆઈએ ઓક્ટોબર 2020માં હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભર્યું હતું. આરબીઆઈનું માનવું હતું કે હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવાથી બીજા અન્ય સેક્ટર્સને પણ ફાયદો થશે. નિષ્ણાતોનું કહેવું છે કે આરબીઆઈના આ ફેંસલાથી બેંક બેલેન્સશીટ પર દબાણનો અનુભવ કર્યા વગર ગ્રાહકોને હોમ લોન આપી શકશે.
આ પણ વાંચોઃ Arrest of ISI spies: બાયડેનની સિક્રેટ સર્વિસમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરતા 2 ISI જાસૂસોની ધરપકડ- વાંચો વિગત

2020ના સર્કુલરમાં શું કહેવામાં આવ્યું હતું?

કેન્દ્રીય બેંકે ઓક્ટોબર 2020ના સર્કુલરમાં કહ્યુ હતુ કે જો લોન ટૂ વેલ્યૂ રેશિયો 80 ટકા અથવા તેનાથી ઓછો થાય છે તો હાઉસિંગ લોન પર 35 ટકા રિસ્ક વેઇટેજનો નિયમ લાગૂ થશે. એવા કેસમાં જ્યાં એલટીવી 80 ટકાથી વધારે પરંતુ 90 ટકા અથવા તેનાથી ઓછો છે, ત્યાં રિસ્ક વેઇટેજ 50 ટકા હશે. 0.25 ટકાનો સ્ટાન્ડર્ડ અસેટ પ્રોવિઝનન નિયમ આવી તમામ લોન પર લાગૂ થશે.

મોંઘવારીનો અંદાજ

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2023માં મોંઘવારીનો અંદાજ 4.7 ટકાથી વધારીને 5.7 ટકા કર્યો છે. RBIના ગવર્નરે કહ્યુ કે નાણાકીય વર્ષ 23ના પ્રથમ ત્રિમાસિક દરમિયાન કન્ઝ્યૂમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત મોંઘવારી દર 6.3 ટકા રહેવાનો અંદાજ છે. બીજા ત્રિમાસિક દરમિયાન 5 ટકા, ત્રીજા ત્રિમાસિક દરમિયાન 5.4 ટકા અને ચોથા ત્રિમાસિકમાં 5.1 ટકા રહેવાનો અંદાજ છે. શક્તિકાંત દાસના જણાવ્યા પ્રમાણે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધથી ક્રૂડ ઓઇલની કિંમતમાં આવેલા ઉછાળાથી મોંઘવારી વધી શકે છે.

રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં

RBIની મોનિટરી પૉલિસી કમિટીએ ફરી એકવાર રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ પહેલાની જેમ 4% રહ્યો છે.

GDP અંદાજ ઘટાડ્યો

રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2022-23 માટે GDP ગ્રોથનો અંદાજ ઘટાડીને 7.2 ટકા કર્યો છે. આરબીઆઈ ગવર્નરે આ પહેલા નાણાકીય વર્ષ 2023-24 માટે ગ્રોથ રેટ 7.8 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ Rocket attack on Ukrainian station: પૂર્વી યુક્રેનમાં રેલવે સ્ટેશન પર રશિયાએ છોડ્યું રોકેટ, 35ના મોત અને 100થી વધુ લોકો ઘાયલ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.