Onion Price Hike: ટામેટા બાદ હવે ડુંગળી રડાવશે, જાણો પ્રતિ કિલો કેટલો ભાવ વધશે…

Onion Price Hike: ભવિષ્યમાં ડુંગળી 30 થી 40 રૂપિયા પ્રતિ કિલો સુધી જશે તેવી આગાહી કરવામાં આવી છે

નવી દિલ્હી, 10 ઓગસ્ટઃ Onion Price Hike: ટામેટા એક એવું શાક છે જેનો ઉપયોગ શાકાહારી અને માંસાહારી બંને વાનગીઓમાં થાય છે. પરંતુ હાલમાં બજારમાં ટામેટાના ભાવ 250ને પાર કરી ગયા છે, ઘણા લોકોના ભોજનમાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે.

તેવી જ રીતે હવે સામાન્ય લોકોના ભોજનમાંથી ડુંગળી ગાયબ થઈ જવાના સંકેત દેખાઈ રહ્યા છે. ડુંગળીના ભાવને કારણે હવે લોકોની આંખોમાં પાણી આવી જશે. ટામેટાં અને અન્ય શાકભાજીની સાથે હવે ડુંગળીના ભાવમાં પણ વધારો થશે. જેની અસર હવે ડિનર પ્લેટ પર પણ જોવા મળી રહી છે.

રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ, શાકાહારી થાળી 28 ટકા અને માંસાહારી થાળી 11 ટકા મોંઘી થઈ છે. મળતી માહિતી મુજબ ભવિષ્યમાં ડુંગળી 30 થી 40 રૂપિયા પ્રતિ કિલો સુધી જશે તેવી આગાહી કરવામાં આવી છે.

તેથી ડુંગળીના ભાવમાં વધારો થયો છે…..

અવિરત ભારે વરસાદ અને ત્યારપછીના પૂરના કારણે ઘણા પાકને અસર થઈ છે. તે જ રીતે ડુંગળી પર પણ થયું છે. તેથી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ડુંગળીનો પુરવઠો ધીમે-ધીમે ઓછો થવા લાગ્યો છે. સ્ટોક કરેલી ડુંગળી આવતા મહિનાથી બહાર આવવાનું શરૂ થશે.

તેથી જ આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધારો થવાનો છે. હાલમાં છૂટક બજારમાં ડુંગળી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. જો કે જે રીતે વેપારીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેના પરથી ભવિષ્યમાં ડુંગળીના ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો સુધી જાય તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો… Mari Mati Maro Desh Abhiyan: મારી માટી મારો દેશ અભિયાનમાં સહભાગી થઇ રાષ્ટ્ર ભક્તિને ઉજાગર કરવા આહવાન કરતા મુખ્યમંત્રી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો