Onion prices may rise: થોડા દિવસોમાં ડુંગળીના ભાવ વધે તેવી શક્યતા, આ છે કારણ- વાંચો વિગત

Onion prices may rise: વરસાદના લીધે ડુંગળીનો પાક તૈયાર થવામાં વિલંબ થઇ રહ્યો છે. તો બીજી બાજુ ચક્રવાત તાઉતેના લીધે ડુંગળીના બફરની મુદ્દત પણ ઘણી ઓછી બચી છે, જેની બજાર કિંમત પર પણ અસર થશે

બિઝનેસ ડેસ્ક, 15 સપ્ટેમ્બરઃ Onion prices may rise: ડુંગળી ફરી વાર લોકોને રડાવશે કારણ કે આગામી દિવસોમાં આ સંવેદનશીલ કૃષિ પેદાશની કિંમત વધશે. વરસાદના લીધે ડુંગળીનો પાક તૈયાર થવામાં વિલંબ થઇ રહ્યો છે. તો બીજી બાજુ ચક્રવાત તાઉતેના લીધે ડુંગળીના બફરની મુદ્દત પણ ઘણી ઓછી બચી છે, જેની બજાર કિંમત પર પણ અસર થશે.  નોંધનીય છે કે, દર વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ડુંગળીની કિંમતો વધવા લાગે છે.

રેટિંગ એજન્સી ક્રિસિલે તેના રિપોર્ટમાં જણાવ્યુ કે, જો ૨૦૧૮થી તુલના કરીયે તો ડુંગળીની કિંમતોમાં લગભગ ૧૦૦ ટકા સુધીની તેજી જોવા મળી શકે છે. ખરીફ ૨૦૨૧માં ડુંગળીની જથ્થાબંધ કિંમત ૩૦ રૂપિયા પ્રતિ કિગ્રાના સ્તરને વટાવી શકે છે. ચોમાસાના લીધે મહારાષ્ટ્રમાં ડુંગળીના વાવેતરમાં મુશ્કેલી પડી શકે છે. એવું મનાય છે કે ખરીફ ૨૦૨૦ની તુલનાએ આ વખતે વાર્ષિક તુલનાએ ડુંગળીનું ઉત્પાદન એકથી દોઢ ટકા જેટલુ ઓછુ થઇ શકે છે.

આ પણ વાંચોઃ How long will people to wear masks: લોકોએ ક્યાં સુધી માસ્ક પહેરી રાખવુ પડશે? નીતિ આયોગના સભ્યએ આપ્યો આવો જવાબ- વાંચો વિગત

ડુંગળીની કિંમતો પર વરસાદની સીધી-સ્પષ્ટ જોઇ શકાય છે. એક બાજુ ઓગસ્ટમાં વરસાદનું પ્રમાણ એકંદરે નબળુ રહ્યુ છે અને હવે સપ્ટેમ્બરમાં વધારે વરસાદના લીધે મુશ્કેલીઓ પડી રહી છે. ડુંગળીના વાવેતરમાં જેટલો વિલંબ થશે કિંમત એટલી ઝડપથી ઉછળશે. ચોમાસાની અસર ડુંગળીના ઉત્પાદન પર પડશે અને તેનાથી ખરીફ પાકની કિંમતો વધી શકે છે.

Whatsapp Join Banner Guj