Samarpan mahotsav

Samarpan mahotsav: કુમકુમ મંદિર ખાતે સદગુરુ સમર્પણ મહોત્સવ સંપન્ન થયો

Samarpan mahotsav: આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામી એક માત્ર એવા ૧૦૦ વર્ષીય સંત છે કે, જેમણે જીવનપ્રાણ બાપાના દર્શન કર્યા હોય

અમદાવાદ, 15 સપ્ટેમ્બરઃ Samarpan mahotsav: શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે બે દિવસીય સદગુરુ સમર્પણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની પારાયણ કરવામાં આવી હતી. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામી એક માત્ર એવા ૧૦૦ વર્ષીય સંત છે કે, જેમણે જીવનપ્રાણ બાપાના દર્શન કર્યા હોય.

સદગુરૂ સ્વામી સદગુણોના નિધિ છે. અખંડ ભગવાનની મૂર્તિમાં મગ્ન રહેવાની સ્થિતિ એમણે કેળવી છે.તેમનું દાસપણું સૌને આકર્ષે છે.તેમના વાણી અને વર્તન એક છે. ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચારને પ્રસારનું કાર્ય કરવામાં માટે સૌ પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાંથી સૌથી પ્રથમ મુક્તજીવન સ્વામીબાપાની સાથે સંવત્‌ ૧૯૪૮ આફ્રિકા પધારી સેવા અર્પી છે. ભારતમાં ઠેર – ઠેર સંસ્કૃતિના આધારસ્તંભો સમા મંદિરોના પાયા નાંખવા માટે કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને જમ્યા છે અને ઉઘાડા પગે ધોમધખતા તાપમાં માથે પોટલા ઉપાડીને ઘૂમ્યાં છે અને સત્સંગની અહેલક વગાડી છે.

આવા વિરલ સંતની પાસે જવાથી અનેકના હૃદયમાં શાંતિ સ્થપાઈ જાય છે.ઘાટ – સંકલ્પો શમી જાય છે.મનમાં મુંઝવતા પ્રશ્નોના ઉકેલ મળી જાય છે. દિવ્યતાનો અનુભવ થાય છે.ભક્તિ(Samarpan mahotsav) ખીલે ઉઠે છે.

આ પણ વાંચોઃ CM patel’s new government sworn:16મી એટલે કે આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની શપથવિધિ, મંત્રી મંડળમાં યુવાનોને અપાશે સ્થાન

અખિલ ભારત સાધુ સમાજના ઉપાધ્યક્ષ અને ગુજરાત સાધુ સમાજના પ્રમુખ તરીકે મુક્તજીવન સ્વામીબાપાએ સેવા અર્પી ત્યારે તેમની સાથે રહીને મંત્રી તરીકે રહીને સમાજનું ઘડતર કરનાર સાધુ – સંતોને એક મંચ ઉપર એકત્ર કરી સદાચાર સપ્તાહો યોજીને ગુજરાતની જનતામાં પ્રાણ ફૂંકવાની સેવામાં પણ તેઓ અગ્રેસર રહ્યા છે.

સાહિત્ય ક્ષેત્રે તેમણે ૯ જેટલા ગ્રંથો સ્વામિનારાયણ સંપ્રદાયને અર્પણ કર્યા છે.જે ગ્રંથોમાં તેમણે માનવીના નૈતિક મૂલ્યો અને માનવ જીવનના ઘ્યેય ઉપર પ્રકાશ પાથર્યો છે.તેમની નિશ્રામાં કુમકુમ મંદિર દ્વારા ધાર્મિક,શૈક્ષણિક, તથા સમાજીક ક્ષેત્રે વધુ લોકજાગૃતિ આવે તેવા હેતુથી મુક્તજીવન ગુરુકુળ, રાહત દરે સાહિત્યનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, સત્સંગસભા, સત્સંગ શિબિર, યુવાસભા, બાળસભા, કથા – પારાયણો,મહાયજ્ઞો, માસિક મુખપત્ર એવું શ્રી સ્વામિનારાયણ દિગ્વિજય,ધાર્મિક ગ્રંથોનું પ્રકાશન આદિ વિવિધતા ભરી ધાર્મિક પ્રવૃતિઓ ચાલી રહી છે.

Whatsapp Join Banner Guj