LT finance

RBI Action Against L&T Finance: L&T ફાઇનાન્સ વિરુદ્ધ આરબીઆઈએ કરી મોટી કાર્યવાહી, અધધ આટલા કરોડનો દંડ ફટકાર્યો

RBI Action Against L&T Finance: આરબીઆઈએ નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ સંબંધિત કેટલાક નિયમોનું પાલન ન કરવા બદલ આ દંડ લગાવ્યો

બિજનેસ ડેસ્ક, 21 ઓક્ટોબરઃ RBI Action Against L&T Finance: ભારતીય રિઝર્વ બેંકે L&T ફાયનાન્સ લિમિટેડ પર 2.5 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આરબીઆઈએ નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ સંબંધિત કેટલાક નિયમોનું પાલન ન કરવા બદલ આ દંડ લગાવ્યો છે.

છૂટક ઋણધારકોને ખોટી માહિતી આપી

આરબીઆઈએ જારી કરેલા નિવેદનમાં કહ્યું કે, L&T ફાઇનાન્સ પર 2.5 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, કંપનીના વૈધાનિક નિરીક્ષણ પછીના અહેવાલમાં જાણવા મળ્યું છે કે એનબીએફસીએ તેના છૂટક ઋણધારકોને લોન અરજી ફોર્મ/મંજૂરી પત્રમાં વિવિધ કેટેગરીના ઋણધારકોને અલગ-અલગ વ્યાજ દરો વસૂલવા માટે યોગ્ય જોખમ વર્ગીકરણ અને વાજબીપણું પ્રદાન કર્યું નથી.

વ્યાજ દર કરતાં વધુ વ્યાજ વસૂલ્યું

રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, NBFC એ લોન મંજુર કરતી વખતે દર્શાવેલ દંડના વ્યાજ દર કરતાં વધુ વ્યાજ વસૂલ્યું હતું. તે દંડ તરીકે વ્યાજ દરમાં ફેરફાર વિશે દેવાદારોને સમયસર જાણ કરવામાં નિષ્ફળ રહ્યું.

RBIએ જણાવ્યું હતું કે નોટિસ પર કંપનીના જવાબ, તેના દ્વારા કરવામાં આવેલી વધારાની રજૂઆતો અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન મૌખિક સબમિશનને ધ્યાનમાં લીધા પછી, પાલન ન કરવાનો આરોપ…સ્થાપિત કરવામાં આવ્યો છે અને નાણાકીય દંડ લાદવાનું વૉરંટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો… National Unity Day: એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારીઓ શરૂ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો