ભારતીય રિઝર્વ બેંક(RBI)એ નવી નાણાકીય નીતિ કરી જાહેર, જાણો લોનના EMI પર શું પડશે અસર?

RBI

બિઝનેસ ડેસ્ક, 07 એપ્રિલઃ કોરોનાની મહામારીના કારણે દેશનું અર્થતંત્ર ખોરવાઇ ગયુ છે. તે સાથે જ સામાન્ય લોકોની જીવન શૈલી પર પણ અસર થઇ છે. તાજેતરમાં રિઝર્વ બેંક(RBI)એ નવી નાણાકીય નીતિ જાહેર કરી છે. ભારતીય રિઝર્વ બેંકએ વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. આરબીઆઇએ રેપોરેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3. 35 ટકા પર બરકરાર રાખ્યો છે. 

Whatsapp Join Banner Guj

આ સિવાય નાણાકીય વર્ષ 2021-22 માટે જીડીપી ગ્રોથના અનુમાનને પણ 10.5 ટકા પર યથાવત રાખ્યો છે. રેપો રેટ એ દર હોય છે કે જેના પર બેંકો ને રિઝર્વ બેંકમાંથી ઉધાર મળે છે. જ્યારે રિવર્સ રેપો દર એ રેટ હોય છે જેના પર રિઝર્વ બેંક પોતાની પાસે બેંકો દ્વારા પૈસા જમા કરવા પર બેંકોને વ્યાજ આપે છે. 

ADVT Dental Titanium

આ પણ વાંચો…

આજે વિશ્વ આરોગ્ય દિવસઃ ટેરો કાર્ડ(Tarotcard) રિડર પુનિતજી પાસેથી જાણીએ કે કોરોનાથી કેવી રીતે રક્ષણ મેળવી શકાય!- જુઓ વીડિયો