Realme Narzo 50i Prime launch

Realme Narzo 50i Prime launch: રિયલમી નારઝો 50i પ્રાઈમ લોન્ચ, સ્માર્ટફોનની શરૂઆતી કિંમત 7999 રૂપિયા- વાંચો ફિચર્સ વિશે

Realme Narzo 50i Prime launch: કંપનીએ ડાર્ક બ્લૂ અને મિન્ટ ગ્રીન કલરમાં બે વેરિઅન્ટ બજારમાં બહાર પાડ્યા

બિઝનેસ ડેસ્ક, 15 સપ્ટેમ્બરઃ Realme Narzo 50i Prime launch: રિયલમીએ દિવાળી પહેલા જ ભારતમાં પોતાનો નવો લો-બજેટ સ્માર્ટફોન ‘રિયલમી નારઝો 50i પ્રાઈમ’ લોન્ચ કર્યો છે. કંપનીએ ડાર્ક બ્લૂ અને મિન્ટ ગ્રીન કલરમાં બે વેરિઅન્ટ બજારમાં બહાર પાડ્યા છે. 3GB RAM અને 32GB સ્ટોરેજ સાથે આવતું આ વેરિયન્ટ 7,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. તે જ સમયે, 4GB RAM અને 64GB સ્ટોરેજના વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ કહ્યું કે, આ ફોનનું વેચાણ લોન્ચના 10 દિવસ બાદ શરૂ થશે.

લો-બજેટ સ્માર્ટફોનના ફીચર્સ
નારઝો 50i પ્રાઇમના 4GB રેમ વેરિઅન્ટમાં 64GB ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. યુનિસોક ઓક્ટા-કોર SC9863A પ્રોસેસર્સ મોબાઇલની એક્સટર્નલ મેમરીને 1 ટીબી સુધી વધારી શકશે. 6.5 ઇંચના ફુલ સ્ક્રીન ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે, તે 10W ટાઇપ-C એડપ્ટરથી ચાર્જ કરી શકશે.

આ પણ વાંચોઃ Price Support Scheme 2022-23: ખેડૂતોના હિતોને ધ્યાને રાખી ખરીફ ઋતુમાં પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવે ખરીદીનું રાજ્ય સરકારનું સઘન આયોજન

ડ્યુઅલ સિમ મોબાઇલમાં 3-કાર્ડ સ્લોટ
મોબાઇલ ડાર્ક બ્લુ અને મિન્ટ ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે. ડ્યુઅલ સિમ મોબાઇલમાં 3-કાર્ડ સ્લોટ હોય છે. ડ્યુઅલ સિમ સાથે મેમરી કાર્ડ્સ પણ એક જ વારમાં ફિટ થઈ શકશે. તેમાં AI તકનીક સાથે 8MPનો રિયર કેમેરો અને 5MPનો ફ્રન્ટ કેમેરો છે. તેમાં બ્યુટી, ફિલ્ટર, HDR, પેનોરેમિક વ્યૂ વગેરે સહિત પોટ્રેટ મોડ્સ પણ છે.

3GB વેરિઅન્ટમાં શું અલગ છે?
રિયલમીએ ઓછા બજેટને ધ્યાનમાં રાખીને 3GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથેનું એક વેરિઅન્ટ પણ બહાર પાડ્યું હતું. આ સ્માર્ટફોન ‘રિયલમી UI R એડિશન’ પર કામ કરશે. તેમાં ઇન-બિલ્ટ ‘એન્ડ્રોઇડ-11’ છે. કેમેરા, પ્રોસેસર, બેટરી અને સ્ક્રીનને 4GB વેરિઅન્ટની જેમ જ રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ Planned to kill salman khan: સલમાન ખાનનો જીવ જોખમમાં, બિશ્નોઇ ગેંગના ટાર્ગેટ પર છે ભાઇજાન- વાંચો વિગત

Gujarati banner 01