Mukesh Ambani ICE cream

Reliance will enter ice cream industry: હવે રિલાયન્સ આઇસક્રીમ ઉદ્યોગમાં કરશે પ્રવેશ! ગુજરાતની આ કંપની સાથે ચાલી રહી છે ચર્ચા

Reliance will enter ice cream industry: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપ ભારતમાં 20 હજાર કરોડના ટર્નઓવર સાથે આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પ્રવેશવા જઈ રહ્યું છે

બિજનેસ ડેસ્ક, 11 એપ્રિલ: Reliance will enter ice cream industry: મુકેશ અંબાણીએ Jio દ્વારા ભારતના ટેલિકોમ સેક્ટરમાં જોરદાર ધૂમ મચાવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપ અન્ય એક ક્ષેત્રે આગેકૂચ કરવા માટે તૈયારી કરી રહ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપ ભારતમાં 20 હજાર કરોડના ટર્નઓવર સાથે આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પ્રવેશવા જઈ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રિલાયન્સ રિટેલ વેન્ચર્સની FMCG કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કંપની ઈન્ડિપેન્ડન્સ બ્રાન્ડ નામ હેઠળ આઈસ્ક્રીમના વેપારનું સાહસ કરી શકે છે. રિલાયન્સ આઈસ્ક્રીમનું ઉત્પાદન આઉટસોર્સ કરે તેવી શક્યતા છે. ગુજરાતની એક કંપની સાથે ચર્ચા ચાલી રહી હોવાના અહેવાલ છે.

આર્થિક નિષ્ણાતોએ આગાહી કરી છે કે જો આઈસ્ક્રીમ ઉત્પાદન પર નિર્ભરતા રાખવામાં આવે તો આ ક્ષેત્રમાં સ્પર્ધા વધી શકે છે. દેશમાં આઈસ્ક્રીમ માર્કેટ 20 હજાર કરોડ રૂપિયાથી વધુનું છે અને તેમાં સંગઠિત ક્ષેત્રનો હિસ્સો 50 ટકા છે.

રિલાયન્સ દ્વારા મોકલવામાં આવેલ ગુજરાતની સંબંધિત કંપની તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતની આઈસક્રીમ કંપની સાથે રિલાયન્સની વાતચીત અંતિમ તબક્કામાં છે. આ ઉનાળામાં કંપની ઈન્ડિપેન્ડન્સ બ્રાન્ડ હેઠળ આઈસ્ક્રીમ લોન્ચ કરવા માંગે છે.

અગાઉ ખાદ્યતેલ, દાળ, ચોખા જેવી વસ્તુઓના વેપારમાં રિલાયન્સ સફળ રીતે આવી ચૂક્યું છે. જો રિલાયન્સ આઈસ્ક્રીમનું ઉત્પાદન થશે તો આ માર્કેટમાં મોટો બદલાવ આવશે તેવું નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે. આ ક્ષેત્રે સ્પર્ધા પણ વધવાની શક્યતા છે. રિલાયન્સના આઈસ્ક્રીમની કિંમત અને પ્રોડક્ટ્સ કેવી હશે તે અંગે નિષ્ણાતોમાં ઉત્સુકતા છે.

જણાવી દઈએ કે, ભારતમાં આઈસ્ક્રીમ માર્કેટ 20 હજાર કરોડ રૂપિયાનું છે. આમાં સંગઠિત ક્ષેત્રનો હિસ્સો 50 ટકા છે. આગામી પાંચ વર્ષમાં આઈસ્ક્રીમ માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની સંભાવના છે. ગ્રામીણ વિસ્તારોમાંથી પણ માંગ વધી રહી છે. તે પૃષ્ઠભૂમિમાં, આ ક્ષેત્રમાં વધુ કેટલીક મોટી કંપનીઓ પ્રવેશ કરે તેવી સંભાવના છે.

બીજી તરફ, હેવમોર આઇસક્રીમ્સ, વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ અને અમૂલ જેવી આ ક્ષેત્રની મોટી કંપનીઓ તેમની ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. થોડા દિવસો પહેલા રિલાયન્સે ડેરી સેક્ટરમાંથી આરએસ સોઢીને લીધા છે. સોઢીએ ભૂતકાળમાં અમૂલ સાથે કામ કર્યું છે.

આ પણ વાંચો: WhatsApp new feature: વૉટ્સઍપ પર ટૂંક સમયમાં આવશે નવું ફીચર, યુઝર્સને મળશે આ ફાયદો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો