Chole

Chole recipe: ઘરે જ બનાવો રેસ્ટોરેન્ટ સ્ટાઇલ હેલ્થી છોલે, જાણો સરળ રેસિપી…

Chole recipe: તમારા પરિવારના સભ્યોને અને ખાસ કરીને હેલ્થ કોન્સિયસ માટે આ ખૂબ સરળ રહેશે

અમદાવાદ, 11 એપ્રિલ: Chole recipe: હેલ્ધી ખાવાના શોખીન લોકો તેમના ઘરે જ તેલ વિનાના મસાલેદાર ચણા બનાવી શકે. તમારા પરિવારના સભ્યોને અને ખાસ કરીને હેલ્થ કોન્સિયસ માટે આ ખૂબ સરળ રહેશે. તેલ નાખ્યા વિના આ ચણા બનાવી શકાય છે. આવો જાણીએ તેની સરળ રેસિપી….

સામગ્રી:

  • 1 વાટકી પલાળેલા કાબુલી ચણા
  • 1 ડુંગળી
  • 2 ટામેટાં
  • 1 ચમચી આદુ લસણ
  • 2 સમારેલા લીલા મરચા
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1 ટીસ્પૂન જીરું
  • 1/2 ચમચી ખાંડ
  • સ્વાદ અનુસાર મીઠું
  • 1 ચમચી લીંબુનો રસ
  • ધાણા
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી હળદર પાવડર
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1/2 ટીસ્પૂન હિંગ

બનાવાની રીત:

તેલ વગરના ચણા બનાવવા માટે પહેલા ચણાને આખી રાત પલાળી રાખો. સવારે ત્રણથી ચાર વાર પાણીથી સારી રીતે ધોઈ લો. પછી પ્રેશર કૂકરમાં ચણા અને પાણી નાખો. હવે આખા મસાલાને પ્રેશર કૂકરમાં ચણાની દાળની સાથે એક સાથે નાખો. તેમાં આદુ, લસણ, ડુંગળી, ટામેટા, લીલા મરચાં, એક ચપટી મીઠું અને ખાવાના સોડા નાંખી, કૂકરને ઢાંકીને ગેસ પર મધ્યમ તાપે રાખો. થોડો સમય બાફો. ચણા બફાઈ ગયા બાદ કૂકર ખોલો. ચણામાં ડુંગળી અને ટામેટા બરાબર મિક્સ થઈ જશે અને તેનો સ્વાદ પણ આવવા લાગશે.

આ સમયે ચણાનો મસાલો ઉમેરો અને ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો જ્યારે ચણા સારી રીતે ઘટ્ટ થઈ જાય અને તેમાંથી સુગંધ આવવા લાગે ત્યારે તેમાં લીંબુ અથવા સૂકી કેરીનો પાઉડર ઉમેરો, મેથી ઉમેરો અને પછી ગેસ બંધ કરી દો. તમે તેને પરાઠા, પુરી, ભટુરા અથવા ભાત સાથે સર્વ કરી શકો છો.

આ પણ વાંચો: Reliance will enter ice cream industry: હવે રિલાયન્સ આઇસક્રીમ ઉદ્યોગમાં કરશે પ્રવેશ! ગુજરાતની આ કંપની સાથે ચાલી રહી છે ચર્ચા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો