Sputnik V vaccine

રશિયાની રસી સ્પુતનિક(Sputnik V)ને સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીએ જરૂરી મંજૂરી આપતા, રસીની કિંમત થઈ જાહેર- Gst સાથે આટલામાં મળશે રસી

બિઝનેસ ડેસ્ક, 14 મેઃ કોરોનાના કહેર વચ્ચે લોકોમાં રસી વિશે જાગૃતિ જોવા મળી રહી છે. તાજેતરમાં જ રશિયાની સ્પુતનિક(Sputnik V) કોવિડ-19 વેક્સિનના એક ડોઝની ભારતમાં લગભગ 1000 રૂપિયા કિંમત આંકવામાં આવી છે. ભારતમાં સ્પુતનિકની આવક કરતી કંપની ડો. રેડીઝ લેબોરેટરીઝે આ પ્રકારની જાણકારી આપી છે. કંપનીએ કહ્યુ હતું કે, આ રસીને સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીએ જરૂરી મંજૂરી આપી છે.

આ રસીને ડો. રેડ્ડીઝ લેબે ભારતમાં આયાત કરી છે. ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝે સ્ટોક એક્સચેંન્જને આ પ્રકારની જાણકારી આપી છે. અહીં ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં બે ડોઝ લગાવવાની જરૂર પડશે. કંપનીએ જણાવ્યુ હતું કે, આ વેક્સિન(Sputnik V)નો એક ડોઝ લેવાનો ખર્ચ 948 રૂપિયા છે, જેના પર 5 ટકા જીએસટી લાગશે. એટલે કે, આ રસી આપને એક હજાર રૂપિયામાં પડશે.

Whatsapp Join Banner Guj

ડૉ.રેડ્ડીઝ આ વેક્સિન(Sputnik V)નું સોફ્ટ લોન્ચિંગ કરતા શુક્રવારના રોજ હૈદરાબાદમાં એક વ્યક્તિને પહેલો ડોઝ આપ્યો હતો. રશિયાની આ વેક્સિન 1 મેના રોજ ભારતમાં આવી ગઈ છે. ડો. રેડ્ડીઝના લેબે જણાવ્યુ છે કે, રસીને 13 મેના રોજ સેન્ટ્રલ ડ્રગ્સ રેગ્યુલેટરી, કસૌલી પાસેથી મંજૂરી મળી ગઈ છે.કંપનીએ જણાવ્યુ છે કે, હજૂ પણ રસીની વધારે માત્રામાં આવક થશે. જો કે, આગામી દિવસોમાં ભારતીય સહયોગી દ્વારા જ તેનું ઉત્પાદન કરવામાં આવી શકે છે.

ADVT Dental Titanium

કંપનીએ કહ્યુ હતું કે, આ રસી(Sputnik V) જ્યારે ભારતમાં બનવા લાગશે, ત્યારે તેની કિંમત ઓછી થઈ જશે. કંપની ભારતમાં છ જગ્યાએ રસી બનાવતી કંપનીઓ સાથે ઉત્પાદનને લઈને વાત ચલાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, નીતિ આયોગના એક સભ્યએ દાવો કર્યો છે કે, આ વર્ષે ડિસેમ્બરમાં દેશમાં કોવિડ વેક્સિનના 200 કરોડથી વધારે ડોઝ મળી રહેશે.

આ પણ વાંચો….

Jamnagar: તૌકતે સાયકલોનની સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ, જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ વિભાગોને જરૂરી સૂચન