Akasa air

Standard chartered-akasa air news: સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને અકાસા એરે બોઇંગ એરક્રાફ્ટની ઓપરેટિંગ લીઝ પૂરી કરી

Standard chartered-akasa air news: આ સોદો સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ એવિએશન ફાઇનાન્સ દ્વારા તૈયાર કરવામાં, ફાઇનાન્સ કરવામાં અને ગોઠવવામાં આવ્યો હતો

અમદાવાદ, 03 એપ્રિલ: Standard chartered-akasa air news: સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે ભારતની સૌથી નવી એરલાઇન અકાસા એર સાથે પાંચ નવા બોઇંગ 737 MAX 8 એરક્રાફ્ટની ઓપરેટિંગ લીઝ સફળતાપૂર્વક પૂરી કરી દીધી છે. આ સોદો સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ એવિએશન ફાઇનાન્સ દ્વારા તૈયાર કરવામાં, ફાઇનાન્સ કરવામાં અને ગોઠવવામાં આવ્યો હતો.

પ્રથમ ચાર એરક્રાફ્ટ (MAX 8) ડિસેમ્બર 2022 થી માર્ચ 2023 વચ્ચે ડિલિવર કરવામાં આવ્યા હતા અને પાંચમું એરક્રાફ્ટ 2023 ના બીજા ક્વાર્ટરમાં ડિલિવરી માટે સુનિશ્ચિત થયેલ છે.

સિંગલ-એસ્લે, નેરો-બોડી એરક્રાફ્ટ હોવાને કારણે, બોઇંગ 737 MAX વધુ ઇંધણ કાર્યક્ષમતા ધરાવે છે, CO₂ ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરે છે, ઓછો અવાજ ઉત્પન્ન કરે છે અને મુસાફરોની ક્ષમતામાં વધારો કરે છે. આ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડની ક્લાયન્ટ્સની ટ્રાન્ઝિશન ફ્લીટ્સને નવા ટેક્નોલોજી પ્રકારો અને ઉદ્યોગને તેની નેટ ઝીરો ટ્રાન્સિઝન પ્રતિબદ્ધતાઓ પર મદદ કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

બેંક પહેલેથી જ અકાસા એરને કોર્પોરેટ બેંકિંગ સોલ્યુશન્સ અને સેવાઓ પ્રદાન કરે છે અને એરલાઇન સાથે આ પ્રથમ એવિયેશન ફાઇનાન્સ વ્યવહાર છે.

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના એવિએશન ફાઇનાન્સના ગ્લોબલ હેડ અને આયર્લેન્ડના સીઈઓ કેરન કોરે ઉમેર્યું હતું કે, “અમે અકાસા એર સાથેના અમારા સંબંધોને વધુ મજબૂત કરવા અને તેની ફ્લીટ્સમાં આ નવા વધારા સાથે તેની વૃદ્ધિને સમર્થન આપવા બદલ ગર્વ અનુભવીએ છીએ. આ વેચાણ અને લીઝબેક ડીલ ભારતીય ઉડ્ડયન બજાર પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે અને અમારા ગ્રાહકોને સૌથી વધુ ઇંધણ-કાર્યક્ષમ એરક્રાફ્ટમાં સંક્રમણને સમર્થન આપે છે.”

અકાસા એરના સહ-સ્થાપક અને લીઝિંગ એન્ડ પ્રોક્યોરમેન્ટ એસવીપી શ્રી ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, “અમે વૈશ્વિક ઉડ્ડયનના ઇતિહાસમાં સૌથી ઝડપથી વિકસતી એરલાઇન્સમાંની એકનું નિર્માણ કરવાનું ચાલુ રાખીએ છીએ ત્યારે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ સાથેના અમારા કાર્યકારી સંબંધોને વિસ્તારવામાં અમને આનંદ થાય છે. આ કરાર આત્મવિશ્વાસની નિશાની છે અને અકાસા એરની મજબૂત વૃદ્ધિ અને ટકાઉ વિસ્તરણ યોજનાઓને વધુ સમર્થન આપે છે.”

આ પણ વાંચો: Indian railways achievements in 2022-23: ભારતીય રેલ્વેએ નાણાકીય વર્ષ 2022-23માં અદભૂત સિદ્ધિઓ હાંસલ કરી, વાંચો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો