Rain

Rain Forecast in gujarat: ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારોમાં વાદળ રાજા વરસશે

Rain Forecast in gujarat: 5, 6 અને 7 એપ્રિલના રોજ રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી

અમદાવાદ, 03 એપ્રિલ: Rain Forecast in gujarat: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા આગામી તા. 5, 6 અને 7 એપ્રિલના રોજ રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદી પડવાની શક્યતા રહેલી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, તેમજ મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ, જામનગર, મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાતના તાપમાનમાં એક-બે ડિગ્રીનો વધારો-ઘટાડો થઈ શકે તેવી સંભાવના

આગામી તા. 7 એપ્રિલના રોજ હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત, ભરૂચ, નર્મદા, તાપી અને કચ્છમાં પણ ભારેથી હળવા વરસાદ થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે અત્યારે ગુજરાતમાં દરેક જગ્યાએ તાપમાનમાં 2 થી 3 ડીગ્રી ઘટેલુ છે. જ્યારે આગામી 24 કલાકમાં ગુજરાતમાં તાપમાનમાં એક-બે ડિગ્રીનો વધારો-ઘટાડો થઈ શકે તેવી સંભાવના રહેલી છે. 

આ પણ વાંચો: Danta market yard reopened from today: દાંતા તાલુકામાં માર્કેટયાર્ડ 6 દિવસ બંધ રહ્યા બાદ આજથી ફરીથી ધબકતુ થયું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો