D Business

startup:કોરોનાના કપરા સમયમાં બેરોજગારીની સમસ્યાના નિવારણ માટે બે યુવાએ શરુ કર્યું રોજગારી મળે તેવુ પ્લેટફોર્મ

વડોદરાના બે યુવા ટેકનોક્રેટસ એ કોરોના કાળ ની શરૂઆત બાદ ઉદભવેલી બેરોજગારીની સમસ્યાને નાથવા માટે બનાવ્યું એક ઇનોવેટિવ ટેલેન્ટ માર્કેટપ્લેસ પ્લેટફોર્મ(startup) ‘ડિગનીફાઇડ મી’.

વડોદરા,09 મેઃ કોરોનાનો કહેર દેશભરમાં વરસી રહ્યો છે, જેના કારણે ઘણા લોકોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. ઘણી વ્યક્તિઓ પોતાની નોકરી પણ ગુમાવી બેઠા છે. વડોદરાના બે યુવા ઉદ્યોગસાહસિકો રાહુલ શાહ અને ચિંતન પરમાર દ્વારા કોરોના કાળ ની શરૂઆત બાદ ઉદ્ભવેલી બેરોજગારી તથા તેને લખતી સમસ્યાઓને ધ્યાનમાં લઈને ભારતના આઇટી પ્રોફેશનલ્સ ને યોગ્ય રોજગારીના અવસર મળે તથા તેઓના ફાજલ સમયનો યોગ્ય ઉપયોગ કરીને ટેલેન્ટ પ્લેટફોર્મ(startup) ની મદદથી વિવિધ રોજગાર લક્ષી કામ કરી શકે તેવા પ્રયત્નોની શરૂઆત કરવામાં આ સ્ટાર્ટઅપ(startup) પ્લેટફોર્મ ના રૂપે કરવામાં આવી. તાજેતરમાં જ આ સ્ટાર્ટઅપ પ્લેટફૉર્મ ‘ડિગનીફાઇડ મી ડોટ કોમ’ ના બીટા લોંચ પ્રોગ્રામ નુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરના નિષ્ણાંતો અને પ્રોફેશનલ્સ હાઇબ્રીડ પ્લેટફોર્મ (startup) ના માધ્યમથી જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ટૂંક જ સમય પહેલાં શરૂ થયેલા આ ટેલેન્ટ પ્લેટફૉર્મ ને તમામ હિતધારકો તરફથી ખૂબ જ સારો અને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

startup

એમ્પ્લોયર અને કર્મચારી વચ્ચેનો ગેટ દૂર કરીને આ ટેલેન્ટ પ્લેટફોર્મ એમ્પ્લોયર ને સાચી સ્કીલ વાળા એમ્પ્લોય સુધી કનેક્ટ કરવાનું તથા ગુણવત્તાયુક્ત કામને પ્લેટફોર્મ ના માધ્યમથી પહોંચાડવા નુ પણ કાર્ય કરે છે. તદુપરાંત આ પ્લેટફોર્મ અનુભવી માનવ સંશાધન અંગે ના હાયરિંગ રિસ્ક ના પ્રોબ્લેમ, સારી તક ની શોધ માં થતા માઈગ્રેશન અને બેરોજગારી જેવા પ્રમુખ મુદ્દાઓ ને સોલ્વ કરવા માં ભાગ ભજવી રહ્યું છે. શહેર ની પારુલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ એકસેલેટર સેન્ટર એવા ‘વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો’ દ્વારા ‘ડિગનીફાઇડ મી’ સ્ટાર્ટઅપ(startup) ને માર્કેટ ટ્રેકશન, માર્કેટ એનાલીસીસ અને જરૂરી તમામ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે, તદુપરાંત વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો દ્વારા તેઓને સ્ટાર્ટઅપ ઇંક્યુબેશન સપોર્ટ પણ પ્રાપ્ત થયો છે.

startup

કેવી રીતે આવ્યો વિચાર?
‘ડિગનીફાઇડ મી ડોટ કોમ’ ના કો-ફાઉન્ડર રાહુલ શાહ ના જણાવ્યા અનુસાર, કોવીડ મહામારી બાદ ઉદ્ભવેલી પરિસ્થિતિઓ ને કારણે મોટી સંખ્યા માં પ્રોફેશનલ્સ ને બેરોજગારી નો સામનો કરવો પડ્યો હતો, તથા પોતાના વતન થી દૂર રહેતા લોકો માટે પોતાના સ્થાનીય વિસ્તાર માં જ યોગ્ય તકો મળી શકતી ન હતી. જેથી અમે અમારા સ્ટાર્ટઅપ ના માધ્યમ થી આ સમશ્યા નું સમાધાન લાવવા માટે નું કામ શરુ કરી દીધું હતું. હવે કોઈ પણ યુવા પ્રોફેશનલસ www.dignifiedme.com ના માધ્યમ થી અમારા પ્લેટફોર્મ(startup) નો લાભ લઇ શકશે.

આ પણ વાંચો….

કોરોના કહેર વચ્ચે સુરતમાં ૫૬ પોઝીટીવ મહિલાઓની સફળ પ્રસૃતિ(delivery)- વાંચો સંપૂર્ણ અહેવાલ