Stock market: બજેટ બાદ શેરબજારમાં ઉછાળો યથાવત, સેંસેક્સ અને નિફ્ટીમાં ઉંચાઈનો નવો રેકૉર્ડ બનાવ્યો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની રેપો રેટ અંગે જાહેરાત વચ્ચે શુક્રવારે ઘરેલૂ શેર બજાર(Stock market)માં જબરજસ્ત તેજી જોવા મળી

share 6498840 835x547 m

બિઝનેસ ડેસ્ક, 05 ફેબ્રુઆરીઃ કોરોનાની મહામારી બાદ અર્થતંત્રને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેથી સૌકોઇની નજર બજેટ પર હતી. નવા વર્ષે બજેટ જાહેર થતાની સાથે જ શેર માર્કેટમાં તેજી શરુ થઇ ગઇ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની રેપો રેટ અંગે જાહેરાત વચ્ચે શુક્રવારે ઘરેલૂ શેર બજાર(Stock market)માં જબરજસ્ત તેજી જોવા મળી હતી. સેંસેક્સ અને નિફ્ટી બંને ઈંડેક્સે ઉંચાઈનો નવો રેકૉર્ડ બનાવ્યો.

Whatsapp Join Banner Guj

આજે શેર બજાર(Stock market) ઉછાળા સાથે ખુલ્યું અને સેંસેક્સ અને નિફ્ટી બંને ઈંડેક્સે ઉંચાઈનો નવો રેકૉર્ડ બનાવ્યો. સેંસેક્સ રેકોર્ડ 400 પોઈન્ટની તેજી સાથે ખુલ્યો અને 51000ને પાર પહોંચી ગયો તો નિફ્ટી પણ રેકૉર્ડ 15000ના આંકડાને પાર કરી ગયો.

આ પણ વાંચો…

RBI credit policy વિશે ગવર્નરે કહ્યું- વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહિ,રોકાણની સ્થિતિમાં સુધારો થવાની આશા