RBI credit policy વિશે ગવર્નરે કહ્યું- વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહિ,રોકાણની સ્થિતિમાં સુધારો થવાની આશા

RBI credit policy: રિઝર્વ બેંકે આગામી નાણાકીય વર્ષ 2021-22માં જીડીપીમાં 10.5%ની વૃદ્ધિનું અનુમાન લગાવ્યું 

RBI governer

નવી દિલ્હી, 05 ફેબ્રુઆરીઃ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા શુક્રવારે ક્રેડિટ પોલિસી(RBI credit policy)ની સમીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી. RBI ની નજર રાજકોષીય ખોટને ઓછું કરવા પર છે. માનવામાં આવી રહ્યું છે કે મુદ્રા નીતિ સમિતિ (MPC) નીતિગત વ્યાજદરને સ્થિર રાખી નરમ વલણ અપનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય બજેટ 2021-22 રજુ થયા બાદ પહેલી વાર RBI ક્રેડિટ પોલિસીની સમીક્ષા કરી રહી છે.

શક્તિકાંત દાસે જણાવ્યું છે કે, રેપોરેટ હાલ 4.00% પર છે જેમાં કો ફેરફાર કરવામાં નથી આવ્યો. રિવર્સ રેપો રેટમાં પણ કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. હાલ રિવર્સ રેપોરેટ 3.35% પર છે.રિઝર્વ બેંકે આગામી નાણાકીય વર્ષ 2021-22માં જીડીપીમાં 10.5%ની વૃદ્ધિનું અનુમાન લગાવ્યું છે. જણાવી દઈએ કે બજેટમાં આ 11 % હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

Whatsapp Join Banner Guj

RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, ધીરે ધીરે વેપારમાં વૃદ્ધિ થઇ રહી છે સાથે જ હવે લોકોની ખર્ચ કરવાની ક્ષમતામાં પણ વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં જે સામાન્ય બજેટ રજુ કરવામાં આવ્યું છે તેનાથી રોકાણની સ્થિતિમાં સુધારો થવાની આશા છે. શક્તિકાંત દાસે જણાવ્યું છે કે જાન્યુઆરી-માર્ચ દરમ્યાન મોંઘવારી દર 5.2% સુધીનો રહી શકે છે.

આ પણ વાંચો…

Surat Accident: બાજીપૂરા નેશનલ હાઇવે 53 પર જાનની બસ સાથે થયો ગંભીર અકસ્માત, 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત