Stock market update

Stock market crashed: આજે ખુલતા બજારે સેન્સેકસ 976 પોઈન્ટ અને નિફ્ટી 294 પોઈન્ટ ઘટી 15,946ની સપાટીએ

Stock market crashed: નોંધનીય છે કે, મહિનાની શરૂઆતમાં રિઝર્વ બેન્કે અચાનક જ વ્યાજ દર વધાર્યો હતો

બિઝનેસ, 19 મેઃ Stock market crashed: અમેરિકન શેરબજારમાં મોંઘવારીની ચિંતા અને કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓમાં વધી રહેલા ખર્ચના કારણે નબળા પરિણામ જોવા મળ્યા હતા. બ્રિટનમાં ફુગાવો 40 વર્ષની ઊંચી સપાટીએ હતો. યુરોપમાં શેરબજાર 1.5 ટકા અને અમેરિકામાં 4.5 ટકાથી પાંચ ટકા જેટલા ઘટ્યા બાદ ગુરૂવારે ભારતીય શેરમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

ટેક્નોલોજી શેરના અમેરિકન ઈન્ડેક્સ નાસદાકમાં વર્ષની ઊંચી સપાટી સામે અત્યારે 30 ટકા ઘટાડો નોંધાયો છે જે દર્શાવે છે કે બજાર મંદીમાં છે.

આ પણ વાંચોઃ Drink water after eating fruit: ફળ ખાધા બાદ શું પાણી પીવુ જોઈએ, જાણો આ મામલે આયુર્વેદનું શું કહેવું છે…

મહિનાની શરૂઆતમાં રિઝર્વ બેન્કે અચાનક જ વ્યાજ દર વધાર્યો હતો. બુધવારે આ મિટિંગની વિગતો જાહેર કરવામાં આવી છે જેમાં પોલિસી કમિટીએ મોંઘવારી ડામવા માટે ઝડપી અને તીવ્ર વધારાની ચર્ચા કરી હતી. બેઠક બાદ આવેલા WPIના 30 વર્ષમાં સૌથી ઊંચા ફુગાવાના આંકડા સૂચવે છે કે જૂનના પ્રારંભે મળનારી બેઠકમાં રિઝર્વ બેંક ભારતમાં બીજો વ્યાજ દર વધારો જાહેર કરશે.

આ પણ વાંચોઃ About ram setu: રામ સેતુની યોજના નલ નીલને બોલાવીને શરૂ કરવામાં આવી હતી, વાર્તા રસપ્રદ છે

Gujarati banner 01