Adipurush Om Raut confirms Saif Ali Khan as Lankesh2 edited

સૈફ અલી ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ બાદ ધાર્મિક ભાવનાઓને હાનિ પહોંચાડવા બદલ કોર્ટમાં કેસ દાખલ

Adipurush Om Raut confirms Saif Ali Khan as Lankesh2 edited

અમદાવાદ, 09 ડિસેમ્બરઃ છેલ્લા કેટલાક સમયથી રામાયણ પર બની રહેલી ફિલ્મ ‘આદિપુરુષ’ચર્ચામાં છે. આ ફિલ્મમાં બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન રાવણની ભૂમિકામાં જોવા મળશે. હવે આ ફિલ્મમાં રાવણની ક્રિયાઓને ન્યાયી ઠેરવવામાં આવી છે તેવા નિવેદનના સૈફ વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદના દિલ્હી રાજ્યના પ્રમુખ રાજેશ તોમર દ્વારા પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જો કે બાદમાં સૈફએ આ વિષય પર તેમની માંફી પણ માંગી લીધી હતી.

હવે ઉત્તર પ્રદેશના વકીલે સૈફ અલી ખાન અને ફિલ્મ નિર્દેશક ઓમ રાઉત સામે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ દાખલ કર્યો છે. આ કેસની સુનાવણી જૌનપુરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં થશે. કોર્ટે આ અરજીની સુનાવણી માટે 23 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે.

સિવિલ કોર્ટના એડવોકેટ હિમાંશુ શ્રીવાસ્તવે પોતાની અરજીમાં કહ્યું છે કે,  ‘તેઓ સનાતન ધર્મના અનુયાયી છે અને સૈફ અલી ખાનની કોમેન્ટથી તેમની ધાર્મિક લાગણી દુભાય છે. તેમણે કહ્યું કે ભગવાન રામને સચ્ચાઈનું પ્રતીક માનવામાં આવ્યા છે, જ્યારે રાવણને દુષ્ટ તરીકે જોવામાં આવે છે. આદિપુરુષ ફિલ્મમાં રાવણની ભૂમિકા નિભાવવા જઇ રહેલા સૈફ અલી ખાને એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘રાવણની ભૂમિકા ભજવવી મારા માટે રસપ્રદ રહેશે. પરંતુ ફિલ્મમાં આપણે રાવણને માનવીય દૃષ્ટિકોણથી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

whatsapp banner 1

આ ઉપરાંત સીતાનું અપહરણ અને રામ સાથેના યુદ્ધને પણ બદલાની ભાવના તરીકે બતાવવાની કોશિશ કરવામાં આવી છે કારણ કે રાવણની બહેન શૂરપંખાનું નાક લક્ષ્મણ દ્વારા કાપી નાખવામાં આવ્યું હતું.’ જોકે, વિવાદ બાદ સૈફ અલી ખાને કહ્યું હતું કે તેઓ પોતાનું નિવેદન પાછું ખેંચે છે અને જો કોઈની ધાર્મિક લાગણી દુભાઈ હોય તો તે માફી માગે છે.

ઉલ્લેખનીય છે કે, આદિપુરુષ ફિલ્મનું શૂટિંગ હજી શરૂ થયું નથી. આ ફિલ્મ વર્ષ 2021માં રિલીઝ થશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાનને રાવણની ભૂમિકા માટે સાઇન કરી લેવામાં આવ્યોછે. જ્યારે સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર પ્રભાસ આ ફિલ્મમાં ભગવાન શ્રીરામની ભૂમિકામાં જોવા મળી શકે છે. લક્ષ્મણ અને હનુમાનની ભૂમિકા ભજવનારા અભિનેતાઓ વિશે હજી કંઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ પણ વાંચો……

WhatsApp આ બેંકો સાથે શરૂ કરી શકે છે પેમેન્ટ એપ, આ રીતે મોકલાશે પૈસા