ATS arrest

Anvar bandar: વડોદરાના ચકચારી માઇનોર રેપ કેસના આરોપી તથા NCBના ગુનામાં 20વર્ષ ની સજા પામનાર નાસતા ફરતા આરોપી ધરપકડ

Anvar bandar: 40 કિલો ચરસ સાથે અનવર બંદરને અમદાવાદ નારોલ થી વિશાલા જતા હાઇ વે રોડ પર પીરાણા કચરાના ઢગલા નજીકથી કરી ધરપકડ

અમદાવાદ, 03 ઓક્ટોબરઃ Anvar bandar: વર્ષ ૨૦૦૩માં એન.સી.બી. દ્વારા દાખલ કરવામા આવેલ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના
ગુનામાં આરોપી અનવર બેગ ઉર્ફે અનવર બંદર ઉર્ફે રાજુ શેખ સ/ઓ અમીર બેગ મિર્ઝા રહે, પટવા શેરી,પત્થર કુવા, ત્રણ દરવાજા કારંજનવાળાને મૃત્યુ દંડની સજા થયેલ જેમાં સવાલ થતાં જે સજા પાછળથી ૨૦ વર્ષની સજા મા તબદીલ કરવામાં આવેલ.

જેમા ગત વર્ષ ૨૦૧૮માં આરોપી અનવર બેગ ઉર્ફે અનવર બંદર પેરોલ પર હોય જે દરમિયાન વડોદરામા ૧૬ વર્ષની છોકરીને બેહોશ કરી તેનો બળાત્કાર કરી પેરોલ જમ્પ કરી નાસી ગયેલ.જેની તપાસ કરતા એ.ટી.એસ. ના પો.ઇન્સ એસ.એન.પરમાર નાઓને બાતમી મળેલ કે આ અનવર બેગ ઉર્ફે અનવર બંદર કશ્મીર નાસી ગયેલ છે. તથા તેમા સાગરિતો સાથે કોઇ પણ અજાણ્યા વ્યક્તિના ફોન નંબર
થી સંપર્કમાં રહે છે. જે અન્વયે એ.ટી.એસ.ની એક ટીમ ને જમ્મુ કાશ્મીર ખાતે મોકલવામા આવેલ.

દરમ્યાન આ આરોપી કાશ્મીર થી નીકળી ગયેલ હતો. દરમ્યાન હયુમન ઇંટેલિજ્ન્સ અને ટેકનિકલ સર્વેલન્સ થી જાણવા મળેલ કે આ અનવર બંદર અજમેર દરગાહ ખાતે સંતાયેલ છે. તે જાણવા મળતા એ.ટી.એસ.ની એક ટીમ રાજસ્થાન અજમેર ખાતે મોકલવામા આવેલ અને આ ટીમને ત્યાંથી જાણવા મળેલ કે હાલ તે મીરા-દાતાર દરગાહ ઉનાવા,મહેસાણા ખાતે આવતો જતો રહે છે.

આ પણ વાંચોઃ Aryan khan case update: આર્યન ખાનની સાથે 2 સેલેબ કિડ અરેસ્ટ, 7 વાગે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદે કેસ લડશે

જે બાતમી આધારે ગુજરાત એ.ટી.એસ. ની એક એક ટીમ અજમેર તથા ઉનાવા,મહેસાણા ખાતે રવાના કરવામાં આવેલ. જે દરમિયાન એ.ટી.એસ. ને તેના હયુમન ઇંટેલિજ્ન્સ સોર્સ થી જાણવા મળેલ કે સદર આરોપી અનવર બેગ ઉર્ફે અનવર બંદર ઉનાવા,મહેસાણા થી નિકળી નારોલ અમદાવાદ તરફ જનાર છે. જે બાદ એ.ટી.એસ ની એક ટીમ નારોલ અમદાવાદ રવાના કરવામા આવેલ જ્યા ટેકનિકલ સર્વેલન્સ ના આધારે સદર આરોપી અનવર બેગ ઉર્ફે અનવર બાલાસિનોર મહિસાગર ખાતે ૪૦ કિલ્લો ચરસ સાથે પકડાયેલ જે બદલ એન.સી.બી.પો.સ્ટે ગુજરાતમા કેસ નં:-૦૧/૨૦૦૪ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૦(બી),૨૯ ,૩૧. હેઠળ ગુન્હો દાખલ થયેલ. આ ગુન્હા સાબિત થતા નડિયાદ સ્પે.એન.ડી.પી.એસ. એન્ડ સેસન્સ કોર્ટ ધ્વારા ફાંસીની સજા કરવામા આવેલ. ત્યાર બાદ સજા ધટાડીને ર૦ વર્ષની કરવમાં આવી હતી.

તે દરમ્યાન તેણે કરેલા ગુનામા આરોપી સજા કાપી રહેલ હતો અને પેરોલ રજા ઉપર બહાર આવેલ. ત્યાર બાદ તેને હાજર થવાનુ હતુ પરંતુ પેરોલ ફર્લો રજા ઉપર હાજર નહી થતા તે ભાગી ગયેલ હતો. જે અન્વયે કારંજ પો.સ્ટે. ખાતે જેલ અધિનિયમ ૫૧(એ) અને ૫૧(બી)
મુજબનો ગુનો દાખલ થયેલ થયો છે.

પેરોલ જમ્પ હતો તે દરમ્યાન આ આરોપી ઉપર વડોદરા શહેર પાણીગેટ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૪૪/૨૦૧૮ તા.૨૬/૬/૨૦૧૮ ઇ.પી.કો.ક. ૩૭૬,૩૨૮,૧૧૪,૫૦૬(ર) અને પોકસો એકટ ક. ૫(એલ), ૬ મુજબ માયનોર છોકરી પર બળત્કારનો અને તે અંગે છોકરીના પરિવારને મારી નાંખવાની ધમકી અંગનો ગુનો દાખલ થયો છે.

આ પણ વાંચોઃ jr.shooting world championship: જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય શૂટર્સની કમાલ, ભારતની દિકરીએ એપાવ્યો બીજો ગોલ્ડ મેડલ

ત્યાર બાદ અનવર બેગ ઉર્ફે અનવર બંદર ઉર્ફે રાજુ શેખ સ/ઓ અમીર બેગ મિર્ઝા રહે.પટવા શેરી,પત્થર કુવા, ત્રણ દરવાજા કારંજ અમદાવાદ વાળો જમ્મુ કાશ્મીર ખાતે ભાગી ગયેલ અને તે શ્રીનગર ખાતે પોતાનુ નામ બદલી બિલાલ નામ ધારણ કરી રહેતો હતો.

આમ અનવર બેગ ઉર્ફે અનવર બંદર ને પેરોલ જમ્પ થયા બાદ જમ્મુ કાશ્મીર ખાતે રોકાયેલ હોય અને અગાઉ એન.ડી.પી.એસ.ની પ્રવૃતીમા સંડોવાયેલ હોય તેમજ આ દરમ્યાન આ આરોપીએ બીજી કોઇ દેશવિરોધી પ્રવૃતીમા સંડોવાયેલ છે કે કેમ ? તે બાબતે
પુછપરછ હાથ ધરવામાં આવેલ છે.

Whatsapp Join Banner Guj