chain snatching

Chain snatching: ભિલોડા એસ.ટી.બસ સ્ટેશન પરથી મહિલાના ગળામાંથી બે તોલાની સોનાની ચેઈન ખેંચાઇ

Chain snatching: તસ્કરોનો ખોફ વધતા , મહિલાઓ ભયભીત 

અહેવાલઃ રાકેશ ઓડ

ભિલોડા, 18 ફેબ્રુઆરીઃ Chain snatching: અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં દિન પ્રતિ દિન ચોરીનો ઉપદ્રવ વધતા પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.ચોરી , લુંટફાટ અને હત્યાના બનાવો વધતા મહિલાઓ,વેપારીઓ સહિત નોકરીયાત વર્ગ ચિંતાતુર જોવા મળે છે.પોલીસ પેટ્રોલિંગ વધારવાની તાતી જરૂરિયાત છે.

ગઇ કાલે ભિલોડા એસ.ટી.બસ સ્ટેશનમાં પ્લેટ ફોર્મ નંબર. 5 પર આવેલ શામળાજી-ઈડર રૂટની એસ.ટી.બસ બપોરે 2:15 વાગ્યે આવી તે દરમિયાન એસ.ટી.બસમાં મહિલા બેસવા જતા સુમિત્રાબેન જયકુમાર શાહ (રહેવાસી.ઈડર, જી.સાબરકાંઠા) ની મહિલાના ગળામાંથી બે તોલા ની સોનાની ચેઈન અજાણ્યા તસ્કરોએ પલભર ખેંચીને પલાયન થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ Historic decision in Ahmedabad blast case: UAPA કાયદા હેઠળ એકસાથે સંખ્યાબંધ આરોપીઓને ફાંસી સંભાળવવાનો દેશનો સૌપ્રથમ કેસ!
સોનાની ચેઈન ની અંદાજીત કિંમત રૂપિયા. એક લાખ છે.ચેઈન સ્નેચિંગ સંદર્ભે અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ચેઈન સ્નેચરો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ચેઈન સ્નેચિંગ અને પાકીટ ચોરીની ગેંગ સક્રિય હોય ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે, મુસાફરોની સલામતી માટે હિંમતનગર ડિવિઝનના ભિલોડા એસ.ટી.બસ સ્ટેશનમાં સી.સી.ટી.વી કેમેરા લગાવવાની તાતી જરૂરિયાત છે.વર્ષોથી મુસાફરો લુંટાઈ રહ્યા છે.વર્ષો પહેલા પોલીસ પોઈન્ટ એસ.ટી.બસ સ્ટેશનમાં હતો પરંતુ છેલ્લા ધણા વર્ષોથી પોલીસ પોઈન્ટ બંધ કરાતા મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળે છે.

Gujarati banner 01