Girl burnt alive in dumka

Girl burnt alive in dumka: ઝારખંડના દુમકામાં યુવતીને જીવતી સળગાવતા લોકોમાં રોષ, જાણો શું છે મામલો?

Girl burnt alive in dumka: વાત કરવાની ના પાડતા આરોપી શાહરુખે યુવતીને જીવતી સળગાવી

નવી દિલ્હી, 29 ઓગષ્ટઃ Girl burnt alive in dumka: ઝારખંડના દુમકામાં કડક સુરક્ષા વચ્ચે સોમવારે સવારે અંકિતા (17)ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સઘન સુરક્ષા હેઠળ અંકિતાની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. રવિવારે સવારે જ્યારે તેમના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે દુમકામાં તંગદિલી છવાઈ ગઈ હતી. દુકાનો અને બજારો બંધ રહ્યા હતા. રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જિલ્લા પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

પ્રદર્શનકારીઓએ કલાકો સુધી દુમકા-ભાગલપુર રોડ બ્લોક કરી દીધો હતો. આ વિરોધ પ્રદર્શનમાં વીએચપી, બજરંગ દળ, ભાજપ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. લોકોએ બજાર પણ બંધ કરાવ્યું હતું. તંગ પરિસ્થિતિને જોતા વહીવટીતંત્રે વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે. સોમવારે સવારે પણ આ જ સ્થિતિ રહી હતી. આરોપી શાહરૂખને ફાંસી આપવાની માંગ કરવામાં આવી છે. 5 દિવસ સુધી સંઘર્ષ કર્યા બાદ અંકિતાનું રાંચીના રિમ્સમાં મૃત્યુ થયું હતું. શનિવારે મોડી રાત્રે અંકિતાએ અંતિમ શ્વાસ લીધા હતા.

23 ઓગસ્ટના રોજ અંકિતા દુમકાના જરુવાડીહ વિસ્તારમાં તેના ઘરમાં સૂતી હતી. પછી લગભગ 5 વાગ્યાની આસપાસ એકતરફી પ્રેમમાં પાડોશી શાહરૂખ હુસૈને બારીમાંથી પેટ્રોલ નાંખીને સળગાવી દીધી હતી. આગમાં ઈજાગ્રસ્ત અંકિતાને સારવાર માટે પરિવાર ડુમકાની ફૂલ ઝાનો મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પ્રાથમિક સારવાર બાદ રિમ્સને રેફર કરવામાં આવી હતી.

અધિકારીઓની દેખરેખ હેઠળ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
જરુઆડીહ સ્થિત અંકિતાના ઘરેથી સોમવારે સવારે અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. તેને જોતા તેમના ઘરની આસપાસ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. જીલ્લા નાયબ વિકાસ કમિશનર કરણ સત્યાર્થી, એસ.ડી.એમ મહેશ્વર મહતો આ મામલે નજર રાખી રહ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સેંકડોની સંખ્યામાં મહિલા પોલીસ અને પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. ઘટનાના વિરોધમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા દુમકા બંધનું એલાન આપવામાં આવ્યું છે. વહીવટીતંત્ર પણ આ અંગે ખૂબ જ સતર્ક છે.

આ પણ વાંચોઃ Announcement regarding Tarnetar Mela: સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તરણેતર મેળા સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

હૉસ્પિટલમાં દાખલ કરાયેલી અંકિતાએ તેના મૃત્યુના થોડા કલાકો પહેલાં જ તેની સાથે થયેલી નિર્દયતાની સંપૂર્ણ વાત જણાવી હતી. તેણે કહ્યું કે આ ઘટના 23 ઓગસ્ટના રોજ સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. હું મારા રૂમમાં સૂતી હતી, અચાનક રૂમની બારી નજીકમાં આગની જ્વાળાઓ જોઈને હું ડરી ગઈ હતી. મેં બારી ખોલીને જોયું તો શેરીમાં રહેતો શાહરૂખ હુસૈન હાથમાં પેટ્રોલનું કેન લઈને મારા ઘર તરફ દોડી રહ્યો હતો. ત્યાં સુધીમાં મારું શરીર પણ આગની ઝપેટમાં આવી ગયુ હતુ અને હું ખૂબ જ ગંભીર રીતે દાઝી ગઈ હતી.

10-15 દિવસથી પરેશાન કરી રહ્યો હતો
અંકિતાએ કહ્યું, ‘હું માત્ર એટલું જ જોઈ શકતી હતી કે શાહરૂખ વાદળી ટી-શર્ટ પહેરીને હાથમાં પેટ્રોલનું કેન લઈને દોડી રહ્યો હતો. તે એ જ શાહરૂખ હતો જે મને છેલ્લા 10-15 દિવસથી પરેશાન કરી રહ્યો હતો. આ વિસ્તારમાં દરેક લોકો તેને બદમાશ છોકરા તરીકે જાણતા હતા. તેનું કામ માત્ર છોકરીઓને હેરાન કરવાનું અને તેને ઝાથમાં ફસાવીને આમ-તેમ ફરવાનું હતું.

અંકિતાએ મૃત્યુ પહેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તે છેલ્લા દસ-પંદર દિવસથી મારે પીછો કરતો હતો.જ્યારે પણ હું શાળાએ જાઉં અથવા ટ્યુશન માટે જતી, તે મારી પાછળ આવતો હતો. જો કે મેં ક્યારેય તેની ક્રિયાઓને ગંભીરતાથી લીધી ન હતી, પરંતુ તેણે કોઈક રીતે મારો મોબાઈલ નંબર મેળવી લીધો હતો. ત્યાર બાદ મને અવારનવાર ફોન કરીને મારી સાથે મિત્રતા કરવા દબાણ કરતો હતો.

પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી
અંકિતાના કહેવા પ્રમાણે, શાહરૂખે એવી ધમકી પણ આપી હતી કે જો હું તેની વાત નહીં માનું તો તે મને અને મારા પરિવારના સભ્યોને મારી નાખશે. પરંતુ મારી સાથે આવું કરશે તેવું સમજી શકી નહીતી. તેણે 22 ઓગસ્ટની રાત્રે મને ધમકી આપી હતી કે જો હું તેની વાત નહીં માનું તો તે મને મારી નાખશે. આ વાત મેં મારા પિતાને જણાવી તો તેમણે કહ્યું કે સવારે આ બાબતનો ઉકેલ લાવીશું. આ સમસ્યાનો ઉકેલ કરવામાં આવે ત્યાં 23 ઓગસ્ટની સવારે શાહરૂખે મને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી.

આ પણ વાંચોઃ 5 mobile phones found in the stomach of the prisoner: તિહાર જેલમાં કેદીના પેટમાંથી મળ્યા 5 મોબાઇલ ફોન- વાંચો શું છે મામલો?

Gujarati banner 01