Tarnetar melo

Announcement regarding Tarnetar Mela: સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તરણેતર મેળા સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Announcement regarding Tarnetar Mela: ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા પુરૂષોને ફક્ત દક્ષિણ તરફનાં દ્વારથી અને સ્ત્રીઓને ઉતર તરફના દ્રારથી પ્રવેશ આપવામાં આવશે

  • તરણેતર મેળાના સ.નં.૧૦૭, ૧૦૮માં રોડથી મેળાની અંદર બિન અધિકૃત કોઇ પણ જાતના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
  • ચોટીલાથી તરણેતર, મુળીથી થાનગઢ,સરાથી તરણેતર સુધીના રૂટો “સ્પીડ લીમીટ ઝોન” જાહેર કરાયા

સુરેન્દ્રનગર, 29 ઓગષ્ટઃ Announcement regarding Tarnetar Mela: આગામી ૩૦ ઓગસ્ટ થી ૨ સપ્ટેમ્બર દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ખાતે વિશ્વપ્રસિધ્ધ લોકમેળો યોજાનાર છે. આ મેળામાં વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખતા વાહનોનાં ટ્રાફિક નિયંત્રણ તેમજ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના દર્શનાર્થે થતી લોકોની ભીડને નિયંત્રણમાં રાખવા સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.આઈ.ભગલાણી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩ની પેટા કલમ -(૧)તથા કલમ-૩૩-w-૩ થી મળેલ સત્તાની રૂએ તા. ૩૦/૦૮/૨૦૨૨ થી તા. ૦૨/૦૯/૨૦૨૨ સુધી એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આ જહેનામામાં જણાવ્યા પ્રમાણે થાનગઢ-ચોટીલા રોડ ઉપર ઓકટ્રોય નાકાથી શરૂ કરી અંબિકા ટીમ્બરથી વાસુકી પોટરીથી નગરપાલિકા, આઝાદ ચોક, રેલવે ફાટક, જોગાશ્રમ, કાનભાઇ જલુના મકાન (તરણેતર જવાના ત્રણ રસ્તા) સુધી,થાન-વગડીયા રોડ ચાર રસ્તાથી પરશુરામ પોટરી,આંબેડકર ચોક(અંદરની ફાટક)સુધીનાં રસ્તા પર તેમજ થાન-વગડીયા રોડ ચાર રસ્તાથી રેલ્વે સ્ટેશન તરફ થઇને આંબેડકર ચોક સુધીના રસ્તા પર ચાર વ્હીલ તથા ચાર વ્હીલથી વધારે વ્હીલવાળા ભારે વાહનોને પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

લોકમેળા દરમ્યાન મંદિરની જગ્યામાં આવેલ કુંડમાં સ્નાન કરવા માટે તથા ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે બહોળી જનમેદની એકત્રીત થતી હોય તેથી પુરૂષોને ફક્ત દક્ષિણ તરફનાં દ્વારથી અને સ્ત્રીઓ ઉતર તરફના દ્રારથી પ્રવેશ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.

તરણેતર મેળામાં આવવા માટે ચોટીલાથી ઓકટ્રોય નાકા થઇ હાઇસ્કુલના ખુણા પાસે થઇ તરણેતર જવાના કાયમી રોડ ઉપર જવાનું રહેશે. ધ્રાંગધ્રા, સરા, હળવદ તરફથી તરણેતર આવવા માટે તરણેતર પહેલા ધ્રાંગધ્રાના બનાવેલ બસ સ્ટેન્ડ સુધી જ આવવાનું રહેશે ત્યાથી આગળ આવવાનું રહેશે નહી.

ચોટીલા થાન તરફથી ધ્રાંગધ્રા- સરા-હળવદ તરફ જવા આવવા માટે તરણેતર મેળાનો માર્ગ ક્રોસ કરવાનો ન હોવાથી થાનગઢ બાયપાસ થઇ અનસુયા વે બ્રીજ કાંટાથી ડાબી બાજુ વળી નવાગામ વિજળીયા થઇ જમણી બાજુ તરણેતર જવાના રોડથી સરા ધ્રાંગધ્રા જવા વરમાધાર તરફ વળી જવાનું રહેશે. તે જ રીતે સરા, ધ્રાંગધ્રા તરફથી આવવા માટે વરમાધારથી વિજળીયાના બોર્ડથી જમણી બાજુ વળી વિજળીયા, નવાગામ થઇ થાન તરફ આવવા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ 5 mobile phones found in the stomach of the prisoner: તિહાર જેલમાં કેદીના પેટમાંથી મળ્યા 5 મોબાઇલ ફોન- વાંચો શું છે મામલો?

આ ઉપરાંત તરણેતર મેળામાં આવેલ વાહનો તરણેતર થી થાન, ચોટીલા તરફ પરત આવવા માટે તરણેતરથી થાન આવવા માટેના પાકા રોડથી રોંગ સાઇડ બાજુમાં વિડમાં (રોડની બાજુમાં) બનાવેલ નવા કાચા રોડ ઉપર કાનપર બોર્ડ સુધી સમાંતર રહેશે. ત્યાંથી (કાનપરના બોર્ડથી) નીચેના ભાગે જમણી બાજુ નવાગામ જવાનો જુનો ગાડા માર્ગ જે નવાગામ પી.એચ.સી. સેન્ટર પાસે નીકળશે ત્યાંથી નવાગામ ચોકડી થઇ વાયા સારસાણા ગામથી થાનગઢ વાંકાનેર રોડ પરથી તથા નવાગામ પી.એચ.સી. સેન્ટરથી વીજળીયા તરફ વીજળીયા ત્રણ રસ્તાથી મનડાસર મોરથળાથી વાંકાનેર રોડ અથવા લુણસર થઇ મોરબી તરફ પસાર થઈ શકશે જ્યારે સારસાણાથી વાંકાનેર રોડથી થાનગઢ, ચોટીલા મુળી તરફ જવા જણાવવામાં આવ્યું છે.

થાનગઢથી તરણેતર જતા વાહનો જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસના ચાર રસ્તેથી આગળ પ્રવેશ કરવા પર તેમજ સરા તરફથી આવતા વાહનો તરણેતર ગામના ત્રણ રસ્તેથી આગળ મેળામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.થાનથી તરણેતર રોડ ઉપર તથા સરા-તરણેતર રોડ ઉપર અને સમગ્ર મેળાના સ્થળે પાર્કીંગ માટે ફાળવેલ ન હોય તેવા સ્થળે વાહન પાર્ક ન કરવા અંગે “નો પાર્કીંગ ઝોન” જાહેર કરવામાં આવેલ છે. થાનથી તરણેતર જતા વાહનો જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસના ચાર રસ્તા નજીક ડાબી તેમજ જમણી સાઇડ તેમજ સરાથી તરણેતર આવતા વાહનો તથા તરણેતર ગામના વળાંક પાસે રોડની બંન્ને સાઇડ વાહન પાર્ક કરવા માટે “પાર્કીંગ ઝોન” જાહેર કરવામાં આવેલ છે.થાન હાઇસ્કુલ ત્રણ રસ્તાથી મોરથળા રોડ તરફ આવેલ બસ સ્ટેશનથી આગળ હોસ્પિટલ પુલ સુધી તેમજ થાનગઢ હાઇસ્કુલ ત્રણ રસ્તાથી ચોટીલા રોડ ઉપર બ્રાહ્મણની ભોજનશાળા સુધીના રોડની બંન્ને બાજુ લારીઓ તથા વાહનો પાર્ક ન કરવા “નો પાર્કીંગ ઝોન” જાહેર કરવામાં આવેલ છે.

તરણેતર લોકમેળામાં આવનાર માણસોના ખાનગી વાહનોનું પાર્કીંગ વ્યવસ્થિત થાય તે માટે ખાનગી પાર્કીંગના વહીવટદારો પાર્કીંગ માટે વાજબી/નિયત ભાડુ ઉઘરાવીને વાહન પાર્ક કરનારને તે અંગેની પહોંચ આપવાની રહેશે. તેમજ પહોંચ પર વાહનના રજીસ્ટ્રેશન નંબર તથા વાહનનો પ્રકાર તારીખ વગેરે વિગત સાથેની પહોંચ આપવાની રહેશે. આ ઉપરાંત તમામ પ્રકારના વાહનોના ઓછામાં ઓછા આઠ કલાકના તેમજ તેથી વધુ સમય માટેના પાર્કીંગ દર સાથે ૪*૪ ફુટનું મોટુ પાર્કીંગ બોર્ડ જાહેરમાં દરેકને દેખાય તે રીતે ખાનગી પાર્કીંગના વહીવટદારે લગાવવાનું રહેશે.

થાનગઢ-ધોળેશ્વર ફાટકથી જી.આઇ.ડી.સી. પાસેથી મારૂતી સિરામીકથી કંડોરણીયા સિરામીકથી તરણેતર રોડથી કાનપરના પાટીયાથી તરણેતર મેળામાં જવા માર્ગ રાખવા તથા તરણેતર મેળામાંથી ચાણકાવીડમાંથી કોરસ સિરામીક(નવાગામ)થી થાનગઢના અનસુયા કાંટા પાસેથી પરત થવા અંગે વન-વે જાહેર કરવામાં આવેલ છે.

ટ્રાફિક નિયમનને નિયંત્રણમાં રાખવા માટે ચોટીલાથી તરણેતર સુધી, મુળીથી થાનગઢ સુધી,સરાથી તરણેતર સુધીના ત્રણેય રૂટ ઉપરથી આવતા જતા વાહનો ૨૦ કિ.મી.ની સ્પીડથી ચલાવવા માટે ” સ્પીડ લીમીટ ઝોન જાહેર કરવામાં આવેલ છે.

તરણેતર મેળાના સ.નં.૧૦૭, ૧૦૮ માં રોડથી મેળાની અંદર બિન અધિકૃત કોઇ પણ જાતના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર-મુળી થઇ તરણેતર આવતા થાનગઢ ટાઉનમાં થઇ તરણેતર જતા વાહનો વગડીયા ફાટક (મેલડીમાના મંદીર)થી ભવાનીગઢ ત્રણ રસ્તાથી ખાખરાથળથી કાનપર થઇ તરણેતર ડાઇવર્ટ કરવા જાહેર કરવામાં આવેલ છે.

ઉપરોકત સમગ્ર વિસ્તારમાં ઇમરજન્સી વાહનો એમ્બ્યુલન્સ, પોલીસ વાહન, સરકારી વાહનોને પ્રવેશ કરવા માટે મુકિત આપવામાં આવેલ છે.

રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ કોરોના ગાઇડલાઇન મુજબ નિયત કરેલ વ્યક્તિઓની મર્યાદામાં બેન્ડ વાજા અને ડી.જે. ની મંજૂરી આપવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ -૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આ પણ વાંચોઃ About oil price: આ કેવો ઘટાડો- 15 દિવસમાં તેલના ભાવ 180 વધાર્યા હવે લોકોને રાહત આપવા માત્ર 40 રુપિયા ઘટાડ્યા

Gujarati banner 01