drugs lady

Woman caught with quantity of drugs: અમદાવાદમાં ડ્રગ્સના જથ્થા સાથે પકડાઈ મહિલા, ડી ગેંગ મામલે થયો આ ખુલાસો

Woman caught with quantity of drugs: અમીના બાનુ ડોન લતીફના સમયથી દારૂનો ધંધો કરતી હતી, ડ્રગ્સ લેવા માટે આવતા લોકો કોડવર્ડમાં વાત કરતા હતા

ક્રાઇમ ડેસ્ક, 24 ઓગષ્ટઃ Woman caught with quantity of drugs: અમદાવાદમાં ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલી મહિલા અમીના બાનુની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. ડી ગેંગ સાથે આ મહિલા સબંધ ધરાવતી હોવાનો ખુલાસો થયો છે. એક બાજુ અમદાવાદ સહીત ગુજરાતમાં ડ્રગ્સ ડીલરો તેમજ હેરાફેરી કરતા લોકો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં એસ.ઓ.જી. અને ક્રાઈમ બ્રાંચે એમડી ડ્રગ્સ સાથે મહીલા અમિના બાનું અને તેની સાથેના સાગરીતની ધરપકડ કરી છે. કાલુપુર વિસ્તારમાંથી તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. અમદાવાદમાં ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલી મહિલા અમીના બાનુ સાથે ડ્રગ્સ લેવા માટે આવતા લોકો કોડવર્ડમાં વાત કરતા હતા હોવાની પણ વિગતો મળી રહી છે. 2.5 અને 5 શબ્દો કોડવર્ડમાં બોલતા હતા. અમિના બાનું 2013માં સજા કાપીને બહાર આવી છે. 

આ પણ વાંચોઃ late night Meeting: મોડી રાત સુધી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી, સીઆર પાટીલ સહીતના નેતા સાથે થઈ આ મામલે ચર્ચા

અમિના બાનું ડી ગેંગ સાથે સબંધ ધરાવતી હોવાની વિગતો મળી રહી છે. અમીના બાનુ ડોન લતીફના સમયથી દારૂનો ધંધો કરતી હતી. અમદાવાદની સૌથી પહેલી મહિલા ડ્રગ્સ ડીલર પણ છે તેમજ 100 જેટલા  ડ્રગ્સ પેડલરોની ચેઈન પણ ધરાવે છે. દારુના ધંધા બાદ તે છેલ્લા 2 વર્ષથી ડ્રગ્સના ધંધામાં હોવાની પણ વિગતો મળી રહી છે.  

મુંબઈ ડ્રગ્સ માફીયાના કનેક્શન પણ હોવાની વાત સામે મળી રહી છે. 1980થી 1990માં દારુનો ધંધો અમિના બાનું કરતી હતી. ડ્રગ્સ સાથે અમીના બાનું પકડાતા એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે વધુ ખુલાસાઓ ડી ગેંગ સાથેના ધરોબાને લઈને પણ થઈ શકે છે. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ BMW Range R 1250 RT And K 1600 Series Bike Launch: BMW એ ટુરિંગ રેન્જની R-1250 RT અને K-1600 સિરિઝ ભારતીય માર્કેટમાં લોન્ચ કરી- વાંચો ફિચર્સ સહિતની વિગત

Gujarati banner 01