late night Meeting

late night Meeting: મોડી રાત સુધી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી, સીઆર પાટીલ સહીતના નેતા સાથે થઈ આ મામલે ચર્ચા

late night Meeting: ઝોન પ્રમાણે ચૂંટણી પ્રચારની વિચારણા બીજેપી દ્વારા કરવામાં આવી રહી છે.

ગાંધીનગર, 24 ઓગષ્ટઃ late night Meeting: ગુજરાતમાં ચૂંટણી પહેલા બીજેપીની સંગઠનની ચૂંટણી લક્ષી તૈયારી જોવા મળી રહી છે. ગઈકાલે સાંજે દિલ્હીથી ગુજરાતમાં આવેલા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી, સીઆર પાટીલ સહીતના નેતાઓ સાથે મેરેથોન બેઠક યોજાઈ હતી. મોડી રાત સુધી આ બેઠક ચાલી હતી. 

અલગ અલગ સમાજ વર્ગને ધ્યાનમાં રાખી બીજેપીની પ્રચારની નીતિ ધડાઈ રહી છે. ભાજપની ચૂંટણી પહેલા કવાયત સામે આવી છે. ખાસ કરીને સીએમની સાથે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહીતના અન્ય દિગ્ગજ નેતાઓ, પદાધિકારીઓ અને મંત્રીઓ પણ આ બેઠકમાં સામેલ હતા. જેથી ચૂંટણી પ્રચાર પર પણ ફોકસ રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ BMW Range R 1250 RT And K 1600 Series Bike Launch: BMW એ ટુરિંગ રેન્જની R-1250 RT અને K-1600 સિરિઝ ભારતીય માર્કેટમાં લોન્ચ કરી- વાંચો ફિચર્સ સહિતની વિગત

આગામી વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે પ્રચાર માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઝોન પ્રમાણે ચૂંટણી પ્રચારની વિચારણા બીજેપી દ્વારા કરવામાં આવી રહી છે. ગઈ કાલે મોડી રાત સુધી મેરેથોન બેઠકમાં એક પછી એક મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવ્યું હતું. તેમાં પણ ખાસ કરીને બૂથ પ્રદેશ સુધી સરકાર અને સંગઠનને ધ્યાનમાં રાખીને તમામ બાબતો પર ચર્ચા વિમર્શ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિ પાંખિયા જંગ જોવા મળી રહ્યો છે ત્યારે સૌ કોઈ બીજેપી કેન્દ્રીય નેતાઓની પ્રથમ દ્રષ્ટી ગુજરાતની આવનાર ચૂંટણી પર છે. બીએલ સંતોષ બાદ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની પણ આ મહત્વની બેઠક યોજવામાં આવી હતી.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ ​​​​​​Gujarat Rainfall Update: રાજ્યના આ ત્રણ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ, હજી 5 દિવસ ભારે વરસાદની આગાહી

Gujarati banner 01