Asia Cup Update

Asia Cup Update: બીજી વખત ખિતાબી જીતની હેટ્રિક લગાવવા ઉતરશે ભારત, એશિયા કપના સૌથી વધુ 7 ટાઇટલ જીત્યા

Asia Cup Update: એશિયા કપનો 27 ઓગસ્ટથી પ્રારંભ, 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ

સ્પોર્ટ્સ ડેસ્ક, 24 ઓગષ્ટઃ Asia Cup Update: UAEમાં ચોથી વખત એશિયા કપ રમાવવા જઇ રહ્યો છે, જેની શરૂઆત 27 ઓગસ્ટથી થશે અને ફાઇનલમાં 11 સપ્ટેમ્બરે રમાશે. ભારત બીજી વખત જીતની હેટ્રિંક લગાવવાના ઇરાદાથી ઉતરશે, તેને 2016 અને 2018માં ગત બન્ને એશિયા કપમાં ટાઇટલ જીત્યા હતા. તે 1988, 1990/91 અને 1995માં સતત ચેમ્પિયન બની ચુક્યુ છે.

UAEમાં જ્યારે પણ આ ટૂર્નામેન્ટ રમાઇ છે ભારત ચેમ્પિયન બન્યુ છે એટલે કે ત્રણ વખત. ટીમ સૌથી વધુ 10 વખત ખિતાબી મુકાબલામાં પહોચી છે અને 7 વખત ચેમ્પિયન બની છે.

ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ચાર વખત એમએસ ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઉતરી છે અને બે વખત ચેમ્પિયન પણ બની છે. 2016 બાદ એક વખત ફરી ટી-20 ફોર્મેટમાં ટૂર્નામેન્ટ રમાશે. બાંગ્લાદેશમાં ભારત ચેમ્પિયન બન્યુ હતુ.

સૌથી વધુ મેચ ભારતે જીતી

ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપમાં સૌથી વધુ 36 મેચ જીતી છે. આ મામલે શ્રીલંકા બીજા અને પાકિસ્તાન ત્રીજા નંબર પર છે. શ્રીલંકાએ 35 અને પાકિસ્તાને 28 મુકાબલા જીત્યા છે.

આ પણ વાંચોઃ Woman caught with quantity of drugs: અમદાવાદમાં ડ્રગ્સના જથ્થા સાથે પકડાઈ મહિલા, ડી ગેંગ મામલે થયો આ ખુલાસો

રોહિત શર્મા સૌથી વધુ એશિયા કપ રમનાર ભારતીય

રોહિત શર્મા સૌથી વધુ વખત એશિયા કપ રમનારો ભારતીય બન્યો છે. આ રોહિત શર્માની સાતમી સીઝન હશે.

એશિયા કપનો કાર્યક્રમ

એશિયા કપ આ વખતે શ્રીલંકાની યજમાનીમાં યોજાશે. ઘરેલુ હિંસા અને આર્થિક સંકટને કારણે તેને યૂએઇમાં શિફ્ટ કરવામાં આવ્યુ છે. આ ટૂર્નામેન્ટ 27 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર વચ્ચે રમાશે.

ક્યા અને ક્યારે જોઇ શકાશે એશિયા કપ

એશિયા કપ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે. જેનો ટીવી પર લાઇવ બ્રૉડકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકાય છે. આ સાથે લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+ હોટ સ્ટાર પર જોઇ શકાય છે.

કેટલી ટીમ ભાગ લેશે

એશિયા કપમાં 6 ટીમ ભાગ લઇ રહી છે, જેમણે બે ગ્રુપમાં વહેચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન ગ્રુપ-એમાં છે જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ગ્રુપ-બીમાં છે. એક ટીમ ક્વોલિફાયર રાઉન્ડથી ચૂંટાશે. 4 ટીમ હોન્ગકોન્ગ, યૂએઇ, કુવૈત અને સિંગાપુર વચ્ચે ક્વોલિફાયર મુકાબલા 21 ઓગસ્ટથી શરૂ થઇ ગયા છે. ક્વોલિફાયર વિજેતા ટીમ ભારત-પાકિસ્તાનના ગ્રુપમાં રહેશે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ late night Meeting: મોડી રાત સુધી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી, સીઆર પાટીલ સહીતના નેતા સાથે થઈ આ મામલે ચર્ચા

Gujarati banner 01