BMW Premium Bike Launch

BMW Range R 1250 RT And K 1600 Series Bike Launch: BMW એ ટુરિંગ રેન્જની R-1250 RT અને K-1600 સિરિઝ ભારતીય માર્કેટમાં લોન્ચ કરી- વાંચો ફિચર્સ સહિતની વિગત

BMW Range R 1250 RT And K 1600 Series Bike Launch: નવા BMW R-1250 RT, k-1600 GTL, K-1600 Bagger અને નવી BMW K 1600 Grand Americaનો સમાવેશ થાય છે

નવી દિલ્હી, 24 ઓગષ્ટઃ BMW Range R 1250 RT And K 1600 Series Bike Launch: BMW મોટરરાડે આજ રોજ ભારતમાં તેનાં નવા ટૂરિંગ રેન્જ મોડેલો લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જેમાં નવા BMW R-1250 RT, k-1600 GTL, K-1600 Bagger અને નવી BMW K 1600 Grand Americaનો સમાવેશ થાય છે. જે ગ્રાહકોએ અગાઉથી બાઇકનું પ્રી-બુકિંગ કરાવ્યું છે તેમના માટે નવી લોન્ચ થયેલી બાઇકની ડિલિવરી ઓગસ્ટમાં શરૂ થઇ.

ભારતમાં નવી લોન્ચ થયેલી BMW ટૂરિંગ રેન્જ બાઈક્સની એક્સ-શોરૂમ કિંમત

  • BMW R-1250 RT: 23,95,000₹
  • BMW K-1600 Bagger: 29,90,000₹
  • BMW K-1600 GTL: 32,00,000₹
  • BMW K-1600 Grand America: 33,00,000₹

આ પણ વાંચોઃ ​​​​​​Gujarat Rainfall Update: રાજ્યના આ ત્રણ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ, હજી 5 દિવસ ભારે વરસાદની આગાહી

BMW R-1250 RT બાઈક
BMWએ ફ્રેશ લુક અને ટૂરિંગ ફીચર્સ સાથે આ બાઇક લોન્ચ કરી છે. ગ્રાહકોને આ બાઈકમાં નવી એરોડાયનેમિક ડિઝાઇન અને ફુલ LED હેડલેમ્પ્સ મળે છે. નવીનતમ બાઇકમાં 1254cc 2 સિલિન્ડર બોક્સર એન્જિન આપવામાં આવ્યું છે. કંપનીના દાવા અનુસાર આ બાઇક માત્ર 3.7 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. BMW R-1250 RT બાઇકની ટોપ સ્પીડ 200 કિમી પ્રતિ કલાકની છે.

BMW K-1600 સીરીઝની ત્રણેય બાઇકમાં 6 સિલિન્ડર ઇન-લાઇન એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જિન ટોર્ક કન્ટ્રોલ (ડાયનેમિક એન્જિન કન્ટ્રોલ) અને ડાયનેમિક ESAને ડ્રેગ કરવા માટે બનાવવામાં આવ્યું છે. નવી બાઇક્સમાં 10.25 ઇંચની TFT કલર ડિસ્પ્લે, કનેક્ટિવિટી અને ઇન્ટિગ્રેટેડ મેપ અને નેવિગેશન સાથે 2.0 ઓડિયો સિસ્ટમ આપવામાં આવી છે. BMW મોટરરાડની નવી બાઇક ત્રણ વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી અને અનલિમિટેડ કિલોમીટર સાથે આવે છે. ગ્રાહકો વધારાનાં શુલ્ક સાથે ચાર અને પાંચ વર્ષ માટે વોરંટી લંબાવી શકે છે.

ભારતમાં BMWની લેટેસ્ટ બાઇકની કિંમત 23.95 લાખ રૂપિયા (એક્સ શો-રૂમ)થી શરૂ થાય છે. જો કે, 21.46 લાખ રૂપિયાની એક્સ શો-રૂમ કિંમતમાં તમે નવી ટાટા સફારી ખરીદી શકો છો.

આ પણ વાંચોઃ CBI raid RJD MLA: બિહારમાં RJDના ચાર નેતાનાં ઘરે CBIના દરોડા, લાલુ પ્રસાદ યાદવની દીકરી ગુસ્સે થઇ- વાંચો વિગત

Gujarati banner 01