Home ministry

21 may is Anti-Terrorism Day: ગૃહમંત્રાલયની જાહેરાત, દર વર્ષે 21મેના રોજ ઉજવવામાં આવશે આતંકવાદ વિરોધી દિવસ

21 may is Anti-Terrorism Day: તમામ કાર્યાલયો, સાર્વજનિક ક્ષેત્રમાં આતંકવાદ વિરોધી શપથ પણ લેવડાવામાં આવશે. આ ઉપરાંત ડિઝિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી આતંકવાદ વિરોધી સંદેશ પણ પ્રસારીત કરવામાં આવી શકે છે.

નવી દિલ્હી, 14 મે: 21 may is Anti-Terrorism Day: આતંકવાદના ઈરાદાઓ ધ્વસ્ત કર્યા બાદ કેન્દ્ર સરકાર હવે દર વર્ષે આતંકવાદ વિરોધી દિવસ પણ ઉજવવા જઈ રહી છે. તેને લઈને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર જાહેર કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ પત્ર હેઠળ દર વર્ષે 21મેના આતંકવાદ વિરોધી દિવસ ઉજવવામાં આવશે. આ પત્ર તમામ રાજ્યના મુખ્ય સચિવો, તમામ મંત્રાલયો અને વિભાગોના સચિવોને લખવામાં આવ્યો છે. 

યુવાઓને કરવામાં આવશે જાગૃત 

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, (21 may is Anti-Terrorism Day) આ દિવસને ઉજવવાનો ઉદેશ્ય યુવાઓને આતંકવાદ અને હિંસાથી દૂર કરવાનો છે. તેઓને બતાવવામાં આવશે કે. આતંકવાદને ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી કઈ-કઈ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત તેઓને જણવવામાં આવશે કે, તેમની એક ભૂલ ક્યા પ્રકારે રાષ્ટ્રીય સમસ્યા બની શકે છે. કેન્દ્રનું માનવું છે કે, જો યુવા સાચા રસ્તા પર આવી જાય તો આતંકવાદ આપમેળે ખતમ થઈ જશે. 

આ પણ વાંચો..Sunil Jakhar leaves the congress party: કોંગ્રેસને આંચકો; સુનીલ જાખરે પાર્ટી છોડી કહ્યું- શુભકામનાઓ અને ગુડ બાય

આતંકવાદ વિરોધ શપથ લેવડાવવામાં આવશે

પત્રમાં કહેવામાં આવ્યું કે, (21 may is Anti-Terrorism Day) તમામ કાર્યાલયો, સાર્વજનિક ક્ષેત્રમાં આતંકવાદ વિરોધી શપથ પણ લેવડાવામાં આવશે. આ ઉપરાંત ડિઝિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી આતંકવાદ વિરોધી સંદેશ પણ પ્રસારીત કરવામાં આવી શકે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારના કાર્યાલયોમાં 21 મેના રોજ શનિવાર હોવાને કારણે છૂટીઓ રહેશે. એવામાં 20મેના શપથ લેવડાવવામાં આવી શકે છે. જો કે, રાજ્ય સરકારના કાર્યાલયો અથવા જ્યાં શનિવારના છૂટી નહીં હોય ત્યાં 21મેના શપથ લેવડાવામાં આવે. (સોર્સ: ન્યુજ રીચ)

Gujarati banner 01