Money Pension

Good news about pensions: પેન્શનને લઈ સારા સમાચાર, 15 હજારની લિમિટ થશે ખતમ! જાણો કેવી રીતે થશે ફાયદો

Good news about pensions: રિટાયરમેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન EPFOના કર્મચારીઓ માટે સારા સમાચાર છે, પીએફ એકાઉન્ટ હોલ્ડરોને ટૂંક સમયમાં જ સારા સમાચાર મળી શકે છે. EPFO સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના લાવવાનું વિચારી રહ્યું છે.

નવી દિલ્હી, 14 મે: Good news about pensions: રિટાયરમેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન EPFOના કર્મચારીઓ માટે સારા સમાચાર છે, પીએફ એકાઉન્ટ હોલ્ડરોને ટૂંક સમયમાં જ સારા સમાચાર મળી શકે છે. EPFO સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના લાવવાનું વિચારી રહ્યું છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કર્મચારી પેન્શન યોજના હેઠળની મર્યાદાને હટાવી શકે છે.

તાજેતરમાં આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને ટૂંક સમયમાં નિર્ણય આવે તેવી અપેક્ષા છે. એવું માનવામાં આવે છે કે 20,000 રૂપિયાની બેઝિક સેલરી પર, પેન્શનમાં ઓછામાં ઓછા 8571 રૂપિયાનો વધારો થશે. ચાલો ચાલો જાણીએ કે 15000ની મર્યાદા ખતમ થયા પછી કર્મચારીઓને કેટલો ફાયદો થશે.

શું હોય છે EPS ના નિયમ

નોકરી કરતી દરેક વ્યક્તિ EPS ના સભ્ય બની જાય છે. કર્મચારીઓના પગારનો 12 ટકા હિસ્સો EPFમાં જાય છે. આટલી જ રકમ તેમની કંપની દ્વારા પણ આપવામાં આવે છે. તેમાંથી 8.33 ટકાનો હિસ્સો પણ EPSમાં જાય છે. હાલમાં 15,000 રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ હિસાબે કુલ પેન્શન (15,000નું 8.33%) 1250 રૂપિયા થાય છે.

મહત્તમ પેન્શન 7,500 રૂપિયા

કર્મચારીના રિટાયર થયા પછી પેન્શનની ગણતરી માટે મહત્તમ પગાર માત્ર 15 હજાર રૂપિયા માનવામાં આવે છે. આ રીતે EPS હેઠળ કર્મચારીને મહત્તમ પેન્શન 7,500 રૂપિયા મળી શકે છે.

આ પણ વાંચો..21 may is Anti-Terrorism Day: ગૃહમંત્રાલયની જાહેરાત, દર વર્ષે 21મેના રોજ ઉજવવામાં આવશે આતંકવાદ વિરોધી દિવસ

આવી રીતે થાય છે પેન્શનની ગણતરી

જો તમે ઇપીએસમાં યોગદાન 1 સપ્ટેમ્બર, 2014 પહેલા શરૂ કર્યું હોય, તો તમારા માટે પેન્શન યોગદાન માટે મંથલી સેલરીની મહત્તમ મર્યાદા 6,500 રૂપિયા હોય છે. જોકે જો તમે 1 સપ્ટેમ્બર, 2014 પછી EPSમાં જોડાયા છો, તો મહત્તમ સેલરીની મર્યાદા 15,000 હશે. માસિક પેન્શન = (પેન્શનપાત્ર પગાર x EPS યોગદાનના વર્ષ)/70

જેમ કે જો કર્મચારીએ 1 સપ્ટેમ્બર, 2014 પછી ઇપીએસ શરૂ કર્યું છે તો પેન્શન યોગાદન 15,000 રૂપિયા પર થશે. જો તમે 30 વર્ષ સુધી નોકરી કરી છે. 
મંથલી પેન્શન= 15,000 X 30 / 70 = 6428 રૂપિયા હોય છે.

15000 ની લિમિટ દૂર થવા પર થશે આ ફાયદા

જો 15 હજારની મર્યાદા ખતમ થઈ ગઈ છે અને તમારી બેઝિક સેલરી 20 હજાર રૂપિયા છે, તો તમને ફોર્મ્યુલા મુજબ વધુ પેન્શન મળશે. જે આ પ્રકારે હશે (20,000 X 30)/70 = 8,571 રૂપિયા

Gujarati banner 01