6 special train: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ થઈને 6 વધુ સ્પેશિયલ ટ્રેનો શરુ કરવામાં આવી

6 special train

6 special train: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ થઈને 6 વધુ સ્પેશિયલ ટ્રેનો શરુ કરવામાં આવી

અમદાવાદ , ૧૭ ફેબ્રુઆરી: મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને  ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ ગંતવ્યો માટે 06 વધારાની સ્પેશિયલ ટ્રેનો (6 special train) દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક પ્રેસ રિલીઝ મુજબ આ વધારાની સ્પેશિયલ ટ્રેનોની (6 special train) વિગતો નીચે મુજબ છે: –

  1. ટ્રેન નંબર 09215/09216 બાન્દ્રા ટર્મિનસ – હિસાર સુપરફાસ્ટ સ્પેશ્યલ (સાપ્તાહિક)

ટ્રેન નંબર 09215 બાન્દ્રા ટર્મિનસ – હિસાર સુપરફાસ્ટ સ્પેશ્યલ દર સોમવારે બાંદ્રા ટર્મિનસથી 12.15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 12.30 વાગ્યે હિસાર પહોંચશે. આ ટ્રેન 22 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે ટ્રેન નંબર 09216 હિસાર-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ દર મંગળવારે 15.10 વાગ્યે હિસારથી ઉપડશે અને બીજા દિવસે 15.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

Railways banner

આ ટ્રેન 23 ફેબ્રુઆરી, 2021 થી આગળની સૂચના સુધી. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, સાબરમતી, મહેસાણા જંકશન, પાલનપુર જંકશન, આબુ રોડ, પિંડવારા, ફાલના, રાની, મારવાડ જંકશન, પાલી મારવાડ, જોધપુર જંકશન, મેડતા રોડ જંકશન, દેગાના જંકશન, ડીડવાના, લાડનું,સુજાનગઢ, રતનગઢ જંકશન, ચુરુ અને સાદુલપુર જંકશન સ્ટેશનો પર રોકાશે.

ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ સામેલ છે.


2. ટ્રેન નંબર 02965/02966 બાન્દ્રા ટર્મિનસ – ભગત કી કોઠી સુપરફાસ્ટ સ્પેશ્યલ (સાપ્તાહિક)

ટ્રેન નંબર 02965 બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી સુપરફાસ્ટ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર શુક્રવારે 23.55 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 16.00 વાગ્યે ભગત કી કોઠી પહોંચશે. આ ટ્રેન 26 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે, ટ્રેન નંબર 02966 ભગત કી કોઠી – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ભગત કી કોઠીથી દર શનિવારે 18.55 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 11.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન 27 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન, બંને દિશાઓમાં બોરીવલી, વલસાડ, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ અને મારવાડ જં. સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ છે.

3. ટ્રેન નંબર 02949/02950 બાન્દ્રા ટર્મિનસ – દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશ્યલ (સાપ્તાહિક)

ટ્રેન નંબર 02949 બાન્દ્રા ટર્મિનસ – દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશ્યલ દર બુધવારે 12.15 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 11.35 વાગ્યે દિલ્હી સરાય રોહિલા પહોંચશે. આ ટ્રેન 24 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે, ટ્રેન નંબર 02950 દિલ્હી સરાય રોહિલ્લા -બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ દર ગુરુવારે 16.15 વાગ્યે દિલ્હી સરાય રોહિલાથી ઉપડશે અને બીજા દિવસે 15.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 25 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દોડશે.

આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, સાબરમતી, મહેસાણા જંકશન, પાલનપુર જંકશન, આબુ રોડ, પિંડવારા, ફાલના, રાની, અજમેર, કિશનગઢ, ફૂલેરા, રીંગસ, શ્રી માધોપુર, નીમ કા થાના, નારનૌલ, રેવાડી , ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ હોય છે.

4. ટ્રેન નંબર 09055/09056 વલસાડ-જોધપુર સ્પેશ્યલ (સાપ્તાહિક)

ટ્રેન નંબર 09055 વલસાડ – જોધપુર સ્પેશ્યલ વલસાડથી દર મંગળવારે 19.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.55 વાગ્યે જોધપુર પહોંચશે. આ ટ્રેન 23 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે ટ્રેન નંબર 09056 જોધપુર-વલસાડ સ્પેશ્યલ દર બુધવારે જોધપુરથી 18.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.55 કલાકે વલસાડ પહોંચશે. આ ટ્રેન 24 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દોડશે.

આ ટ્રેન બંને દિશામાં નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, સાબરમતી, મહેસાણા જંકશન, પાલનપુર જંકશન, આબુ રોડ, પિંડવારા, ફાલના, મારવાડ જંકશન, પાલી મારવાડ અને લુણી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ છે

5. ટ્રેન નંબર 09204/09203 પોરબંદર – સિકંદરાબાદ સ્પેશ્યલ (સાપ્તાહિક)

ટ્રેન નંબર 09204 પોરબંદર – સિકંદરાબાદ સ્પેશ્યલ પોરબંદરથી દર મંગળવારે 00.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 08.20 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. આ ટ્રેન 23 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09203 સિકંદરાબાદ-પોરબંદર સ્પેશ્યલ દર બુધવારે 15.00 વાગ્યે સિકંદરાબાદથી ઉપડશે અને બીજા દિવસે 22.05 વાગ્યે પોરબંદર પહોંચશે. આ ટ્રેન 24 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દોડશે.

આ ટ્રેન બંને દિશામાં જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બોઇસર, વસઈ રોડ, ભિવંડી, કલ્યાણ, પુણે, દૌંડ, સોલાપુર, કાલાબુરગી, વાડી, તાદુર અને બેગમપેટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ સામેલ છે.

6. ટ્રેન નંબર 02908/02907 હાપા-મડગાંવ સુપરફાસ્ટ સ્પેશ્યલ (સાપ્તાહિક)

ટ્રેન નંબર 02908 હાપા-મડગાંવ સુપરફાસ્ટ સ્પેશ્યલ દર બુધવારે 21.40 વાગ્યે હાપાથી ઉપડશે અને બીજા દિવસે 21.00 વાગ્યે મડગાંવ પહોંચશે. આ ટ્રેન 24 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દોડશે. આવી જ રીતે, ટ્રેન નંબર 02907 મડગાંવ-હાપા સુપરફાસ્ટ સ્પેશ્યલ દર શુક્રવારે 11.20 વાગ્યે માડગાંવથી ઉપડશે અને બીજા દિવસે સવારે 09.35 વાગ્યે હાપા પહોંચશે. આ ટ્રેન 26 ફેબ્રુઆરી 2021 થી આગળની સૂચના સુધી દોડશે.

આ ટ્રેન બંને દિશામાં રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, પનવેલ, ખેડ, રત્નાગીરી, કુડાલ અને થિવીમ સ્ટેશનો પર  રોકાશે. ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ છે.

ટ્રેન નંબર 09215, 09204 અને 09055 નું બુકિંગ 20 ફેબ્રુઆરી, 2021 થી તથા ટ્રેન નંબર 02965, 02949, અને 02908 નું 21 ફેબ્રુઆરી, 2021 થી નિયુક્ત PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.ઉપરોક્ત તમામ ટ્રેનો વિશેષ ભાડા સાથે સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે.

નીચેની ટ્રેનો બંધ કરાશે અને રદથશે: –

ટ્રેન નંબર 09083/09084 અમદાવાદ – મુઝફ્ફરપુર એક્સપ્રેસ અમદાવાદથી 28/02/2021 અને મુઝફ્ફરપુરથી 02/03/2021ના રોજ રદ કરવામાં આવશે.


ટ્રેન નંબર 09089/09090 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ  અમદાવાદથી 01/03/2021 અને ગોરખપુરથી 03/03/2021 ના રોજ રદ કરવામાં આવશે.

આ પણ વાંચો…corona vaccine: આ દેશે પરત આપી સિરમ કોરોનાની વેક્સિન, કહ્યું- નવા વેરિઅન્ટ પર બિનઅસરકારક ભારતીય રસી