941413 covid 19 vaccine e1623415042928

corona vaccine: આ દેશે પરત આપી સિરમ કોરોનાની વેક્સિન, કહ્યું- નવા વેરિઅન્ટ પર બિનઅસરકારક ભારતીય રસી

corona vaccine

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરીઃ ભૂતાન, નેપાળ, બાંગ્લાદેશ જેવા દેશો ભારતીય રસીના વખાણ કરી રહ્યાં છે ત્યાં દક્ષિણ આફ્રિકાએ સિરમ ઇન્સ્ટિટયૂટને કહ્યું છે કે તે પોતાની રસીના એક મિલિયન ડોઝને પરત લઇ લે. દક્ષિણ આફ્રિકામાં હજુ ગત સપ્તાહે જ કોરોનાની રસી(corona vaccine)ના 10 લાખ  ડોઝને મોકલવામાં આવ્યા હતા જ્યારે બીજા પાંચ લાખ ડોઝ આગામી કેટલાક સપ્તાહમાં મોકલવામાં આવી રહ્યા છે.

આ સંજોગોમાં દક્ષિણ આફ્રિકાએ કહ્યું છે કે તેને આ રસીની જરૂર નથી માટે પરત લઇ લેવામાં આવે. જોકે દક્ષિણ આફ્રિકા આ રસીને કેમ પરત આપવા માગે છે તેનું ચોક્કસ કારણ જાહેર કરવામાં નથી આવ્યું. જોકે, આ મામલે નવા સમાચાર આવી રહ્યાં છે.

Whatsapp Join Banner Guj

મીડિયા રિપોર્ટ પ્રમાણે, સાઉથ આફ્રિકાની હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે દેશમાં હાલના સમયે કોરોનાના જે વેરિઅન્ટના કેસ સામે આવ્યા છે એની પર આ વેક્સિન અસરકારક નથી. એટલા માટે દેશમાં આ વેક્સિનના રોલઆઉટ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. હવે સરકાર એસ્ટ્રાજેનેકાની વેક્સિન વેચવા અંગે વિચારી રહી છે.

તો કંપનીએ કહ્યું હતું કે, વેક્સિન(corona vaccine) માત્ર આફ્રિકન વેરિઅન્ટનાં હળવાં લક્ષણવાળા કેસમાં લિમિટેડ પ્રોટેક્શન આપે છે. હવે સિરમને આ સમાચારે ઝટકો આપ્યો છે. આ દાવો દક્ષિણ આફ્રિકાની યુનિવર્સિટી ઓફ વિટવાટર્સરેન્ડ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એક અધ્યયનના આંકડાના આધારે કરાયો છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન કોવિશીલ્ડને દુનિયામાં ગમે ત્યાં ઈમર્જન્સી યુઝનું અપ્રૂવલ આપી દીધું છે.

ભારતમાં નવા કોરોના વાઇરસના દર્દીઓ મળી રહ્યા છે. અત્યાર સુધી બ્રિટનના નવા વાઇરસના દર્દીઓ મળી રહ્યા હતા ત્યારે હવે પહેલી વખત દક્ષિણ આફ્રિકાના નવા કોરોના વાઇરસ સાર્સ-કોવી-2ના ચાર દર્દી મળી આવ્યા છે. જ્યારે બ્રાઝિલના નવા વાઇરસનો પણ એક દર્દી મળી આવ્યો છે. જેને પગલે પ્રશાસન સતર્ક થઇ ગયું છે. જોકે દક્ષિણ આફ્રિકન અને બ્રિઝલનો નવો વાઇરસ બ્રિટિશ વાઇરસ કરતા અલગ માનવામાં આવે છે. ભારતમાં આફ્રિકન અને બ્રાઝિલીયન  કોરોનાનો ચેપ ધરાવતા દર્દીઓની પૂણેમાં સારવાર ચાલી રહી છે.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, દક્ષિણ આફ્રિકાથી જે લોકો પરત ફર્યા છે તેમાંથી ચાર લોકોમાં આ નવો વાઇરસ જોવા મળ્યો છે. તેમના સંપર્કમાં આવેલા બધા જ મુસાફરોને ક્વોરંટાઇન કરાયા છે. આ ઉપરાંત બ્રાઝિલિયન વાઇરસનો પણ એક દર્દી મળી આવતા તેના સંપર્કમાં આવેલાઓનો પણ ટેસ્ટ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો…

જાણો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેઠાલાલના ડિઝાઇનર શર્ટ(jethalal designer) તૈયાર કરનારા કોણ છે આ ભાઇ?