Parshottam Rupala

Parasottam Rupala: સમાજ અને પરસોત્તમ રૂપાલાના લડાઈમાં બાપુની એન્ટ્રી

Bhadresh sarvaiya
✍🏻ભદ્રેશ સરવૈયાની કલમેં..

Parasottam Rupala: દેશની અઢારમી લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ દરેક પક્ષો તૈયારીમાં જોતરાઈ ગયા છે. આ તૈયારીના ભાગરૂપે દરેક પાર્ટીના દરેક ઉમેદવારો તમામ તૈયારી કરી રહ્યા છે. તેવામાં તમામ નેતાઓ જીતના દાવા કરી બિન્દાસ્ત ભાષણ કરી રહ્યા છે. આ તમામ પરિસ્થિતીમાં ગુજરાતના રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિવાદમાં સપડાયા કાં તો વિવાદીત નિવદન કરી બેઠા. આ ચર્ચા જ્યારથી તેમણે એક સમાજ વિરુધ્ધ ટિપ્પણી કરી ત્યારથી વિવાદનો મધપુડો છંછેડાયો છે. અને જે સમાજ માટે ટિપ્પણી કરી તે સમાજ દ્વારા પોતાનો રોષ ઠાલવી રહયોછે અને હવે સ્થિતી એવી થઇ ગઈ છે. કે સમાજ ભાજપ ઉમેદવારના માફ કરવાના મુડમાં નથી અને ભાજપ પણ પોતાના ઉમેદવાર નહિ બદલાવા મક્કમ છે.

આ પણ વાંચો:- Manmohan Singh Retired: દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સાંસદીય કારકીર્દીનો અંત, કરી નિવૃતીની જાહેરાત

હવે સવાલ થાય કે ભાજપના ઉમેદવાર માફી માંગી ચુક્યા હોવા છતા સમાજનો રોષ સમવાનું લેતો નથી સમાજના કહેવા મુજબ બસ એક જ માંગ કે ભાજપ ઉમેદવાર બદલે એટલે કે રુપાલાની ટીકીટ રદ કરવાની માંગ કરાઈ રહી છે. તેની સામે ભાજપ તરફથી પાટીલ સમાજને મોટું મન રાખવાનુ કહી રહ્યા છે. અને પક્ષ ઉમેદવાર નહી બદલવામાં મક્કમ જોવા મળી રહ્યો છે. સમાજ હવે લડી લેવાના મુડમાં છે. તેઓ શક્તિ પ્રદર્શન કરશે બેઠકો કરી પોતોના રોષ દર્શાવવામા તમામ પ્રયાસો કરી તેવી તૈયારીમા દેખાય છે.

shankarsinh Vaghela

રાજ્યના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ નિવેદન કરતા જોવા મળ્યા તેમણે કહી દીધુ કે ક્ષત્રિય સમાજ સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર પરષોત્તમ રૂપાલાને નહી બદલે તો એના માટે ભાજપ હાઈકમાંડ જવાબદાર. શંકર સિહની દખલગીરીથી ભાજપ હાઇકમાન્ડને સંદશ આપવામાં આવ્યો અટલે કે બાપુએ આ મામલે હાઇકમાન્ડને આવવાનું પરોક્ષ રીતે કહેવામાં આવ્યું હોઈ તો આ આધાર પર હાઇ કમાન્ડ કોઇ પગલા ન લે અને રાજયમાં સમાજ દ્વાર શક્તિ પ્રદર્શન થાય તો સવાલ એ થાય કે શુ ભાજપમાં કોઇ ઇચ્છે કે રૂપાલાજીનું રાજકીય પોસ્ટમોર્ટમ થઇ જાય ?

જો રૂપાલાને બદલવામાં ના આવે અને સમાજ વોટથી ચોટ રૂપાલાને આપે તો તે ભાજપને વાગે અને શુ ભાજપ પણ કોઇ ખુણે એવું વિચારે કે આવું જ થાય તો શું ભાજપ પોતે રૂપાલાને સમાજના નામે રાજકીય ભોગ ઉદેશપૂર્ણ રીતે બનાવવ માંગ છે ?

તો હવે જોવુ રહ્યુ કે ભાજપ ચૂંટણી પહેલ રૂપાલાને સીધી રીતે હટાવશે કે ચૂંટણી પરિણામની રાહ જોશે. અને જો આગામી દિવસોમાં ભાજપના રાજયના નેતાના કહેવા મુજબ પરીણામ ના આવે તો શું એ પણ ભાજપનું હાઇકમાન્ડ ક્યાંક વિચારી રહ્યું છે. કે શુ. તેવી પણ ગંધ આવે છે. જો રૂપાલાને જીત મળે તો બાદમાં એવુ કહેવાશે કે મોદીને જોઇ વોટ આપ્યા હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *