denta health dr anita gala doshi

Achievement:ગુજરાતી શાળામાં ભણેલી આ વિદ્યાર્થિનીની ગર્વ લેવા જેવી સિદ્ધી મેળવી- જરુર વાંચો ગુજરાતી મહિલા વિશે

મુંબઇ, 13 મેઃAchievement: માતૃભાષાના માધ્યમમાં ભણી એક વિદ્યાર્થિનીએ આજે અનેક સફળતાના શિખરો સર કરી પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર કારકિર્દી ઘડી છે. આ વાત છે ઘાટકોપરની પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની ડૉ. અનિતા ગાલા દોશીની જે આજે  અત્યંત  સફળ પ્રોસ્થોડોન્ટીસ્ટ અને ઈમ્પ્લાન્ટોલોજીસ્ટ છે.

Whatsapp Join Banner Guj

ડૉ. અનિતાએ ગુજરાતી માધ્યમમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. બી.ડી.એસ. (ડેન્ટીસ્ટ) અને ત્યારબાદ એમ.ડી.એસ. (માસ્ટર્સ ઈન સર્જરી-પ્રોસ્થોડોન્ટીસ્ટ) કર્યું છે. હવે પોતાના વિષય પ્રત્યેની ડૉ.અનિતાની લગન અને મહેનત આજે રંગ લાવી છે. ડૉ.અનિતા પ્રથમ  મહિલા છે, જેમણે ડિપ્લોમેટ ઓફ ઇન્ડિયન બોર્ડ ઓફ પ્રોથોડોંટીક્સની(Achievement) પદવી મેળવી છે. તેણીના ૨૫થી પણ વધુ રીસર્ચ  પેપર  ઈન્ટરનેશનલ  જર્નલમાં પ્રકાશિત થયા છે. તેણીને દેશ વિદેશના અનેક પારિતોષિકો પણ મળ્યા છે.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે માતૃભાષાના માધ્યમમાં ભણીને ડૉ. અનીતાએ આ અનેક સિદ્ધિઓ હાસલ કરી છે. તેથી માતૃભાષાના મધ્યમમાં બાળક પાછળ રહી(Achievement) જાય છે, તે વાત સદંતર ખોટી પુરવાર થાય છે.

આ પણ વાંચો….

હોસ્ટેલ બંધ થતાં સખી મંડળની બહેનોની રોજગારી અટકી: કોવિડ કેર સેન્ટર શરૂ થતાં એની ભોજન સેવાથી રોજગારી(Rojgari) ફરી શરૂ થઈ