ડિયર પૂનાવાલા(adar poonawalla), તમને કોણે કોણે ધમકીઓ આપી નામો જાહેર કરો, અમે રક્ષણ આપીશું..?, અહીં પણ રાજકારણ

ધમકીના પગલે બ્રિટન જતાં રહેલા રસી ઉત્પાદક(adar poonawalla)ના મામલે રાજકારણ શરૂ..

નવી દિલ્હી, 03 મેઃ કોવિશિલ્ડ નામની રસી બનાવનાર જાણીતી સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા(adar poonawalla)ના કથિત રીતે કેટલાક નેતાઓ દ્વારા ધમકી અપાયાના નિવેદન મામલે હવે રાજકારણ શરૂ થયું છે. બીજા કોઇ રાજ્ય સરકારે નહીં પણ મહારાષ્ટ્ર સરકારે પૂનાવાલાને સવાલો કર્યા કે તમંને કોણે કોણે ધમકીઓ આપી, નામ આપો અમે તમને રક્ષણ આપીશું…!

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ પોતાની પ્રતિક્રિયા આપી છે. પટોલેના કહેવા પ્રમાણે પૂનાવાલાએ જેમણે તેમને ધમકીઓ આપી છે તે નેતાઓના નામ સાર્વજનિક કરવા જોઈએ.

Whatsapp Join Banner Guj

પટોલેએ કહ્યું હતું કે, ‘અદાર પૂનાવાલા(adar poonawalla)નું કહેવું છે કે, કેટલાક નેતાઓએ તેમને ધમકી આપી છે. કોંગ્રેસ તેમની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી લે છે, પરંતુ તેમણે એ સાર્વજનિક કરવું જોઈએ કે તે કોણ નેતા છે.

કહેવાય છે કે, અબજોના માલિક એવા પૂનાવાલા(adar poonawalla)ને દેશના જ કેટલાક નેતાઓ અને શક્તિશાળી લોકોએ ધમકીઓ આપી હતી. ત્યાર બાદ તેઓ કેટલાક દિવસ માટે સહપરિવાર બ્રિટન જતા રહ્યા હતા. પૂનાવાલાએ પોતે જ તેમને વેક્સિન માટે દેશના કેટલાક શક્તિશાળી લોકો ધમકાવી રહ્યા હોવાની માહિતી આપી હતી.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, પૂનાવાલાને ધમકીઓ મળી ત્યાર બાદ કેન્દ્ર સરકારે તેમને વાય શ્રેણીની સુરક્ષા ઉપલબ્ધ કરાવી હતી. ભારત સરકારના અધિકારીઓએ પૂનાવાલાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષા આપવામાં આવી હોવાની માહિતી આપી હતી.

આ પણ વાંચો….

કોરોના મહામારી સામેની લડાઈમાં ડોક્ટરોની અછત ન થાય તે માટે મોદી સરકારે(Modi government) લીધો આ મોટો નિર્ણય