Aditya L1

Aditya-L1 New Update: ISROને મળી મોટી સફળતા, આદિત્ય એલ1 નીકળ્યું સૂર્યની સફરે…

Aditya-L1 New Update: આખરે પૃથ્વીની કક્ષામાંથી બહાર નીકળી Aditya L1 નીકળ્યું સૂર્યની સફરે

નવી દિલ્હી, 19 સપ્ટેમ્બરઃ Aditya-L1 New Update: ભારતીય અંતરિક્ષ એજન્સીએ સૂર્ય પર રિસર્ચ કરવા માટે સૌર મિશન આદિત્ય-L1 મોકલ્યું છે, જે પૃથ્વીની કક્ષામાંથી બહાર નીકળી ગયું છે. આદિત્ય-L1 યાત્રાના અંતિમ પડાવ પર નીકળી ગયું છે, જે પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે.

આદિત્ય-L1 સોમવાર-મંગળવારે રાત્રે 2 વાગ્યે ગુરુત્વાકર્ષણની અસરથી આગળ નીકળી ગયું. ત્યારપથી પૃથ્વી-સૂર્ય પ્રણાલીમાં લૈંગ્રેજ પોઈન્ટ 1 પર પહોંચવા માટે 4 મહિનાની યાત્રા શરૂ કરી છે. ઈસરોએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર આ જાણકારી શેર કરી છે.

આ પોઈન્ટ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર છે. અંતરિક્ષ યાન આદિત્ય-L1એ પૃથ્વી તરફ જતી ચાર એક્ટિવિટી સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. આદિત્ય-L1 લૈંગ્રેજ પોઈન્ટ પર પહોંચી જશે, તો એક પ્રભામંડળ કક્ષામાં પ્રવેશ કરશે, મિશનની અવધિ દરમિયાન ત્યાં જ રહેશે. પ્રસિદ્ધ ઈતાલવી-ફ્રાંસીસી ગણિત નિષ્ણાંત જોસેફ-લુઈન લૈંગ્રેજના નામ પર આ પોઈન્ટનું નામ લૈંગ્રેજ પોઈન્ટ રાખવામાં આવ્યું છે.

આદિત્ય-L1એ સાઈન્ટિફિક ડેટા એકત્ર કરવાની શરૂઆત કરી છે. ઈસરોએ 2 સપ્ટેમ્બરના રોજ PSLV-C57 રોકેટની મદદથી આદિત્ય-L1 લોન્ચ કર્યું હતું. જે પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લૈંગ્રેજિયન પોઈન્ટ-1 પર પ્રભામંડળ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.

ઈસરોએ સોમવારે ટ્વિટ કર્યું હતું કે, ‘આદિત્યમાં લાગેલ ઉપકરણ સુપ્રા થર્મલ એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર (સ્પેસ)ના સેંસરે સુપર-થર્મલ અને ઊર્જાવાન આયન અને ઈલેક્ટ્રાનોને માપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

.10 સપ્ટેમ્બરના રોજ પૃથ્વીથી 50 હજાર કિલોમીટર દૂર આ ઉપકરણ એક્ટીવ કરવામાં આવ્યું હતું. આદિત્ય-L1 સૂર્યનું અધ્યયન કરનાર પહેલું અંતરિક્ષ ભારતીય મિશન છે.’

આ પણ વાંચો… Women’s Reservation Bill: નવી સંસદની લોકસભામાં ‘નારી શક્તિ વંદન એક્ટ બિલ’ રજૂ, જાણો શું-શું છે તેમાં??

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો