Amit shah

Amit shah speech: આ બંને શાહજાદો સત્તામાં આવશે તો રામ મંદિર પર બાબરીનું તાળું લગાવી દેશેઃ અમિત શાહ

Amit shah speech: પાકિસ્તાન શા માટે રાહુલ ગાંધીના વખાણ કરે છેઃ અમિત શાહ

અમદાવાદ, 09 મે: Amit shah speech: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશમાં એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું કે રાહુલ ગાંધી પાકિસ્તાનનો એજન્ડા ચલાવે છે, તેથી પાકિસ્તાન રાહુલ ગાંધીના વખાણ કરે છે. અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી તરફ ઈશારો કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જો આ બંને શાહજાદો સત્તામાં આવશે તો તેઓ અયોધ્યા શ્રી રામ મંદિરમાં બાબરીનું તાળું લગાવી દેશે.

BJ ads 01

બુધવારે લખનૌમાં યોજાયેલી ચૂંટણી રેલીમાં અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ, સપા અને તૃણમૂલ કોંગ્રેસ અને તેમના સમર્થકો પર 12 લાખ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ છે. આ ઈન્ડિયા નથી પરંતુ ઘમંડીયા ગઠબંધન છે. ઝારખંડના મંત્રીના નોકરના ઘરેથી 20 કરોડ રૂપિયા અને મમતાના મંત્રીના ઘરેથી જંગી કેશ રિકવરીનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી 23 વર્ષ સુધી મુખ્યમંત્રી અને વડાપ્રધાન રહ્યા પરંતુ 25 પૈસાના પણ ભ્રષ્ટાચારનો આરોપ નથી.

આ પણ વાંચો:- Work with enjoy: જ્યારે તમારી બાજુમાં યોગ્ય લોકો હોય ત્યારે સૌથી વધુ ભૌતિક કાર્યો પણ આનંદપ્રદ બની જાય..

ભ્રષ્ટાચાર પર કડક વલણ અપનાવતા અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે સમજવું જોઈએ કે જો તમે ભ્રષ્ટાચાર કરશો તો ચોક્કસ જેલમાં જશો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી માટે યોગ્ય સ્થળ રાયબરેલી કે વાયનાડ નહીં પરંતુ ઈટાલી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો