Amit Shah welcomes Article 370 Judgment: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કલમ 370 નાબૂદ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો

Amit Shah welcomes Article 370 Judgment: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો

5 ઓગસ્ટ, 2019ના રોજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દૂરંદેશી નિર્ણય લીધો અને જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી

  • Amit Shah welcomes Article 370 Judgment: સુપ્રીમ કોર્ટના આજના નિર્ણયે સાબિત કર્યું કે કલમ 370 નાબૂદ કરવાનો મોદી સરકારનો નિર્ણય સંપૂર્ણપણે બંધારણીય હતો
  • જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી, ગરીબો અને વંચિતોના અધિકારો પુનઃસ્થાપિત થયા અને અલગતાવાદ અને પથ્થરમારો હવે ભૂતકાળની વાત છે
  • પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કાયમી શાંતિ અને સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે
  • પ્રવાસન, કૃષિ જેવા ક્ષેત્રોમાં થઈ રહેલા વિકાસને કારણે જમ્મુ-કાશ્મીર તેમજ લદ્દાખના લોકોની આવક વધી રહી છે અને તેઓ સમૃદ્ધ થઈ રહ્યા છે

દિલ્હી, 11 ડિસેમ્બર: Amit Shah welcomes Article 370 Judgment: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના માનનીય સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે. X પર તેમની પોસ્ટ દ્વારા, અમિત શાહે કહ્યું કે 5 ઓગસ્ટ, 2019ના રોજ,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરીને દૂરંદેશી નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે કલમ 370 નાબૂદ કર્યા પછી, જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ પાછી આવી છે અને વિકાસે હિંસાથી પ્રભાવિત જીવનને નવો અર્થ આપ્યો છે. શાહે કહ્યું કે પર્યટન, કૃષિ જેવા ક્ષેત્રોના વિકાસથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોની આવકમાં વધારો થયો છે અને તેઓ સમૃદ્ધ બન્યા છે. તેમણે કહ્યું કે માનનીય સુપ્રીમ કોર્ટના આજના નિર્ણયથી સાબિત થઈ ગયું છે કે કલમ 370 નાબૂદ કરવાનો મોદી સરકારનો નિર્ણય સંપૂર્ણપણે બંધારણીય હતો.

SC Judgement On Article 370: આર્ટિકલ 370 પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, કેન્દ્રનો નિર્ણય યથાવત

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ગરીબો અને વંચિતોના અધિકારો પુનઃસ્થાપિત થયા અને અલગતાવાદ અને પથ્થરબાજી હવે ભૂતકાળ બની ગઈ છે. તેમણે કહ્યું કે મધુર સંગીત હવે સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં ગુંજી રહ્યું છે અને સાંસ્કૃતિક પર્યટન પ્રગતિ કરી રહ્યું છે. શાહે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કાયમી શાંતિ અને સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે નવી પહેલ સાથે સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ આપવો હોય, અત્યાધુનિક શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું હોય કે પછી નીતિઓના લાભોથી ગરીબોને સશક્ત બનાવવું હોય, મોદી સરકાર આ ક્ષેત્રના વિકાસ માટે સંપૂર્ણ શક્તિ સાથે કામ કરવાનું ચાલુ રાખશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *