SC Judgement On Article 370: આર્ટિકલ 370 પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, કેન્દ્રનો નિર્ણય યથાવત

SC Judgement On Article 370: વિધાનસભાની ચૂંટણીઓ 2024માં યોજવી જોઈએઃ CGI

શ્રીનગર, 11 ડિસેમ્બરઃ SC Judgement On Article 370: સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે આજે કલમ 370 પર સુનાવણી કરતી વખતે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કલમ 370ને નિષ્ક્રિય કરીને નવી વ્યવસ્થાએ જમ્મુ અને કાશ્મીરને બાકીના ભારત સાથે જોડવાની પ્રક્રિયાને મજબૂત બનાવી છે. કલમ 370 હટાવવાનું બંધારણીય રીતે માન્ય છે.

CGI એ સુનાવણી દરમિયાન કહ્યું, “અમને સોલિસિટર જનરલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે. લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. અમે નિર્દેશ કરીએ છીએ કે ચૂંટણી પંચ 30 સપ્ટેમ્બર સુધીમાં જમ્મુ અને કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરે, નવા સીમાંકનના આધારે.” વિધાનસભાની ચૂંટણીઓ 2024માં યોજવી જોઈએ. રાજ્યનો દરજ્જો પણ શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત થવો જોઈએ.

તમને જણાવી દઈએ કે, આ પહેલા સુપ્રીમ કોર્ટે 16 દિવસની ચર્ચા બાદ 5 સપ્ટેમ્બરે આ અંગે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ નિર્ણય ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની પાંચ જજોની બંધારણીય બેંચે આપ્યો છે.

મુખ્ય પ્રશ્નો પર, CJIએ કહ્યું, અમે તે સમયગાળા દરમિયાન રાજ્યમાં લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસન અંગે કોઈ નિર્ણય લીધો નથી. પરિસ્થિતિ અનુસાર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે. રાષ્ટ્રપતિ પાસે કલમ 356 હેઠળ સત્તા છે. તેને પડકારી શકાય નહીં, બંધારણીય સ્થિતિ એ છે કે તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્ય સરકારની જગ્યાએ કેન્દ્ર નિર્ણય લઈ શકે છે. રાજ્ય વિધાનસભાની જગ્યાએ સંસદ કામ કરી શકે છે.

આ પણ વાંચો… Parineeti Chopra Statement: પતિ ની જેમ રાજનીતિમાં હાથ અજમાવશે પરિણીતી ચોપરા? જાણો શું કહ્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો