ram murti

Ayodhya Ram temple idol selected: અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજશે

Ayodhya Ram temple idol selected: જાણો કોણ છે શિલ્પકાર અરુણ યોગીરાજ જેની પ્રતિમા પસંદ કરવામાં આવી?

અયોધ્યા, 02 જનવરી: Ayodhya Ram temple idol selected: સોમવારે અયોધ્યા રામ જન્મભૂમિ મંદિર માટેની મૂર્તિની પસંદગી કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની પ્રતિમા પર સમિતિની મંજૂરીની મહોર લગાવવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ‘x’ પર લખ્યું, જ્યાં રામ છે, ત્યાં હનુમાન… અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે મૂર્તિની પસંદગીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આપણા દેશના પ્રખ્યાત શિલ્પકાર આપણા ગૌરવ અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. રામ હનુમાનના અતૂટ સંબંધનું આ બીજું ઉદાહરણ છે. તેમાં કોઈ શંકા નથી કે હનુમાનની ભૂમિ કર્ણાટકના રામલલા માટે આ એક મહત્વપૂર્ણ સેવા છે.

અરુણ યોગીરાજ પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ શિલ્પીના પુત્ર છે. અરુણ યોગીરાજ (37 વર્ષ) એ 2008માં મૈસુર યુનિવર્સિટીમાંથી MBA નો અભ્યાસ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અગાઉ અરુણ યોગીરાજના વખાણ કરી ચૂક્યા છે. અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલ સુભાષ ચંદ્ર બોઝની 30 ફૂટ ઊંચી પ્રતિમાને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ઈન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિ સ્થળની પાછળ એક ભવ્ય છત્ર હેઠળ સ્થાપિત કરવામાં આવી હતી. આ સાથે જ પીએમ મોદીએ અરુણ યોગીરાજના વખાણ કર્યા હતા.

Masood Azhar Death: પાકિસ્તાનમાં માર્યો ગયો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર…!

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો